Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ખેડા એલસીબીએ નડિયાદ-ડાકોર નજીકથી ગાડીમાં લઇ જવાતો 95 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ખેડા: જિલ્લા એલસીબી પોલીસ ટીમે પેટ્રોલીંગ દરમ્યાન નડીઆદ- ડાકોર રોડ ઉપર આવેલા સંસ્કારનગર પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાન શેવરોલે ગાડી નં જીજે ૦૧ આરડી ૨૩૮૮ આવી ચઢતાં તેને રોકવા માટે ઈશારો કર્યો હતો. પરંતુ કારના ચાલકે કારને રોંગ સાઈડ પર ભગાડી મુકી હતી. જેથી પોલીસે પીછો કરતાં ડ્રાયવર થોડે દૂર કારને ઊભી કરી દઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. 

પોલીસે ગાડીમાં તપાસ હાથ ધરતાં ગાડીમાંથી વિદેશી દારૂના ક્વાટર્સ નંગ-૮૮૮ કિંમત ૯૩,૬૦૦ તેમજ બિયરના ટીન નંગ-૧૫ કિંમત ૧૫૦૦ મળી કુલ રૂા.૯૫,૧૦૦ નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ તેમજ ગાડી કિંમત રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ ૨,૯૫,૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થઈ ગયેલા શખ્સને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:07 pm IST)