Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

કઠલાલ નજીક સર્જાયેલ બે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા

કઠલાલ: તાલુકાના સરાલી તાબે જેઠાપુરામાં તેમજ મહુધા તાલુકાના બગડુ ગામની સીમમાં સર્જાયેલા જુદા-જુદા બે માર્ગ અકસ્માતોમાં કુલ ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યાં હતાં. 

આ અંગે મળતી માહિતી મુજબ કઠલાલ તાલુકાના સરાલી તાબે જેઠાપુરા (દારાજીના મુવાડા)મા અમદાવાદ-ઈન્દોર હાઈવે નજીક રહેતાં પ્રભાતભાઈ મંગળભાઈ ડાભી ગતરોજ સવારના સમયે તેમના ઘર નજીક રોડની સાઈડ પર ચાલતાં જઈ રહ્યાં હતાં. તે દરમિયાન માર્ગ પર પુરપાટ ઝડપે આવતી ફોરવ્હીલ ગાડી નં એમપી ૦૯ સીડબલ્યુ ૮૯૧૬ ના ચાલકે પ્રભાતભાઈને અડફેટે લેતાં તેઓને શરીરે વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. 

(5:06 pm IST)