Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ગાંધીનગર આરટીઓનું અણધડ આયોજન: વાહનોની નોંધણી ન થતા એજન્ટોની સાથે વાહન માલિકો પણ મૂંઝવણમાં

ગાંધીનગર:આરટીઓને મોડેલ આરટીઓ ગણવામાં આવે છે પરંતુ અહીંનું અણઘડ આયોજન અને સોફ્ટવેરની વારંવારની ખામીને પગલે અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તોબીજી બાજુ હાલ સ્ટાફ ચૂંટણીમાં રોકાયેલો હોવાને કારણે છેલ્લા ઘણા સમયથી વાહનોની નોંધણી થઇ શક્તી નથી.ઘણા દિવસથી નવા વાહોનાના નંબરો પડયા નથી જેના કારણે એજન્ટોની સાથે વાહનમાલિકો પણ પરેશાન થઇ ગયા છે. 

આરટીઓની સીસ્ટમ ગાંધીનગરની સાથે સમગ્ર ગુજરાતમાં હાઇટેક થઇ ગઇ છે. એપોઇન્ટમેન્ટ લઇને અરજદારો આરટીઓમાં આવે અને તેમનું કામ કરાવીને જાય તેવી સીસ્ટમ ગોઠવવામાં આવી છે. પરંતુ આ હાઇટેક વ્યવસ્થાનો ઉપયોગ કરીને પણ સામે અરજદારોના કામ સમયસર થતા નથી. 

(5:05 pm IST)