Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ગાંધીનગર જિલ્લામાં બાતમીના આધારે પોલીસે છેલ્લા બે વર્ષમાં 10.50 કરોડ રૂપિયાનો દારૂ બિયરનો જથ્થો ઝડપ્યો હોવાનું સામે આવ્યું

ગાંધીનગર:ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે જેને સ્થાનિક બુટલેગરો મારફતે સમગ્ર ગુજરાતના ખુણેખુણે વેચાણ કરવામાં આવી રહયો છે. ત્યારે પોલીસ દ્વારા આ દારૂને પકડવામાં આવતો હોય છે. ગાંધીનગર જિલ્લામાં જ છેલ્લા બે વર્ષ દરમ્યાન પોલીસે એક બે કરોડ નહીં પરંતુ ૧૦.૫૦ કરોડનો દેશી વિદેશી દારૂનો જથ્થો પકડયો છે. જેમાં પોલીસે ૬૩૮૬ લોકોની ધરપકડ કરી હતી અને હજુ ૧૫૪ લોકોને પકડવાના બાકી છે. આ દારૂ પૈકી ૬.૪૬ લાખનો ૩૨ હજાર લીટર દેશી દારૂ અને ૪પ લાખની ૪૫ હજાર જેટલી બિયરની બોટલો પણ કબ્જે કરવામાં આવી છે. 

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે અને સરકાર પણ વખતોવખત દારૂબંધીના કાયદાને વધુ કડક બનાવી રહી છે તેમ છતાં ગુજરાતમાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસી રહયો છે. ગુજરાતમાં આ દારૂને પકડવા માટે પોલીસને સતત દોડાવવામાં આવી રહી છે જેના કારણે પોલીસનું મુળ કામ પણ થઈ શકતું નથી. જો અન્ય રાજયોની બોર્ડર ઉપર જ કડકાઈથી વાહનોનું ચેકીંગ કરવામાં આવે તો રાજયમાં દારૂની એક બોટલ પણ ઘુસી શકે તેમ નથી. 

(5:04 pm IST)