Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ઠાસરાની હોસ્પિટલમા ડોકટરો ટ્રેનિંગમાં જતા રહેતા દર્દીઓની હાલત કફોડી

ઠાસરા:શહેરની રેફરલ હોસ્પિટમાં ફરજ બજાવતા ડૉકટરો ટ્રેનીંગમાં જતા રહેતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.હોસ્પિટલમાં ત્રણ ડૉકટરોની  મહેકમ સામે બે ફરજ બજાવે છે.આજરોજ બંને ડૉકટરો ટ્રેનીંગમાં જતા રહેતા દર્દીઓ કલાકો સુધી  બેસી રહેવાનો વારો આવ્યો હતો.

રેફરલ હોસ્પિટલમાં ફરજ પરના બંને ડૉકટરો ટ્રેનીંગમાં જતા રહ્યા હતા.જેથી દવા લેવા આવેલા દર્દીઓ રઝળી પડયા હતા.ત્રણ ડૉકટરોની મહેકમ સામે બે ડૉકટરો ફરજ બજાવે છે.જેમાં એક જનરલ વોર્ડ અનેબીજા ડેન્ટીસ્ટ વિભાગમાં ફરજ બજાવે છે.

આજરોજ નડિયાદ ખાતે ટ્રેનીંગ હોવાને કારણે બંને ડૉકટરો નડિયાદ જતા રહ્યા હતા.જેથી સવારથી દર્દીઓની લાંબી લાઇનો લાગી હતી.

(5:04 pm IST)
  • પીએસીનું અધ્યક્ષપદ સંભાળશે કોંગ્રેસના અધીર રંજન ચૌધરી : કોંગ્રેસ લોકસભા પક્ષના નેતા અધિર રંજન ચૌધરી પબ્લિક એકાઉન્ટ કમીટીનું અધ્યક્ષપદ સંભાળી શકે છે access_time 1:13 pm IST

  • બીટકોઈન - ક્રિપ્ટો કરન્સીનો હું પ્રશંસક નથી : ડોનાલ્ડ ટ્રમ્પ : ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ હતું કે જેની કિંમતો બહુ અસ્થિર છે અને જેનો પાયો નબળો છે તેવી બીટકોઈન અને તેના જેવી બીજી ક્રીપ્ટો કરન્સીનો હું પ્રશંસક નથી access_time 1:13 pm IST

  • અક્ષય સૌથી વધારે કમાણીકરનાર બોલિવુડ સ્ટાર છે : દુનિયાભરમાં એક વર્ષમાં સૌથી વધારે કમાણી કરનારા : સ્ટારોની યાદી જારી કરાઇ : ભારતથી માત્ર અક્ષરકુમાર સલમાન, આમીર, શાહરૂખ પાછળ રહી ગયા access_time 3:59 pm IST