Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

અમદાવાદ: નશીલા પદાર્થની હેરાફેરી કરનાર 2 શખ્સને ક્રાઇમ બ્રાન્ચે દોઢ લાખ રૂપિયાના જથ્થા સાથે રંગે હાથે ઝડપ્યો

અમદાવાદ:નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસે કડક કાર્યવાહી શરૃ કરી હોવા છતા આરોપીઓ નશીલા પદાર્થોની હેરાફેરી કરતા હોય છે. જેમાં ક્રાઈમ બ્રાંચે માહિતીને આધારે શહેરકોટડામાંથી બે શખ્સોની ધરપકડ કરીને દોઢ લાખ રૂપિયાનો ગાંજો મળીને બે લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે શહેરકોડટામાં માધુભાઈ મિલ કંપાઉન્ડના ઢાળ પાસેથી ગોમતીપુરના રહેવાસી ઈકરામુદ્દીન ઉર્ફે મોનુ ભાંજા ઈસ્લામુદ્દીન અન્સારી અને મોહંમદ ઈરફાન ઉર્ફે મેરડીયા અબ્દુલઅજીજ અન્સારીની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે રૃ.૧,૫૧,૨૦૦ ની કિંમતનો ૧૫ કિલો ૧૨૦ ગ્રામ ગાજાનો જથ્થો તથા અન્ય ચીજો મળીને રૂ.૨,૦૧,૫૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે મુજીબ ઉર્ફે કાણીયો નામના શખ્સની શોધ આદરી છે.

(5:02 pm IST)