Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

રાહુલ ગાંધી ADC બદનક્ષી બેન્ક કેસમાં પહોંચ્યા અમદાવાદ

રાહુલ ગાંધીએ તેમની સામેના કેસોને એક 'પ્લેટફોર્મ' ગણાવીને ભાજપ-સંઘનો આભાર માન્યો હતો

અમદાવાદ, તા.૧૨: અમદાવાદ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટિવ બેન્ક તથા તેના વડા અને ચેરમેન અજય પટેલ દ્વારા દાખલ કરવામાં આવેલા બદનક્ષીના કેસમાં હાજર થવા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા હતા. કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ ગાંધી તથા કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ગત વર્ષે આરોપ મૂકયો હતો કે નોટબંધી જાહેર થઈ, તેના પાંચ દિવસની અંદર એડીસી બેન્કમાં રૂ. ૭૪૫.૫૯ કરોડની જૂની નોટો બદલવામાં આવી હતી. એડીસી બેન્કે તેની સામેના આરોપોને નકાર્યા હતા અને તમામ વ્યવહારોમાં પારદર્શકતા જાળવવામાં આવી હોવાની વાત કહી હતી. અમદાવાદ પહોંચેલા રાહુલ ગાંધીએ તેમની સામેના કેસોને એક 'પ્લેટફોર્મ' ગણાવીને ભાજપ-સંઘનો આભાર માન્યો હતો. અમદાવાદની મેટ્રોપોલિટીન કોર્ટ બહાર તથા રસ્તામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીને આવકારતાં બેનર્સ લગાવ્યાં હતાં.

(3:37 pm IST)
  • આસામના ૧૭ જીલ્લામાં પુરપ્રકોપઃ૪ લાખ લોકો માઠી અવસ્થામાં : પૂર્વોતર રાજય આસામમાં ર૩ જીલ્લા પૈકી ૧૭માં પુરઃ ૪.ર૩ લાખ લોકોને માઠી અસરઃ આ લોકો સામે પાણી-ભોજનનું સંકટઃ ભારે વરસાદ-પુરથી ૩ ના મોતઃ ૧૧ જીલ્લાઓમાં પુરઃ ઠેરઠેર રાહત-શિબીરો ઉભી કરાઇ access_time 3:59 pm IST

  • એર કેનેડાની ૨૮૪ મુસાફરો સાથેની ફલાઈટનું હોનાલુલુમાં ઈમરજન્સી લેન્ડીંગઃ ૩૫ યાત્રીકો ઘાયલ : એયર કેનેડાની ફલાઈટનું ખરાબ હવામાનના કારણે ઈમરજન્સી લેન્ડિંગઃ ૩૫ યાત્રીઓ ઘાયલઃ એયર કેનેડાની ફલાઈટનું હોનોલુલુમાં ઈમરજન્સી લેન્ડિંગઃ ટોરેન્ટોથી સિડની જતી ફલાઈટ AC 22માં ખરાબ હવામાને કારણે લેન્ડિંગ access_time 3:23 pm IST

  • ઘર ખરીદવાની ક્ષમતા ૪ વર્ષમાં સૌથી બદત્તરઃ રીઝર્વ બેંકનો રિપોર્ટ : સરકારે રાહતદરના મકાનો આપવાનો પ્રયાસ કર્યો હોવા છતાં પણ લોકોમાં ઘર ખરીદવાની ક્ષમતા ૪ વર્ષમાં સૌથી બદત્તર સ્થિતિમાં પહોંચી છેઃ દિલ્હી, મુંબઇ સહિત ૧૩ શહેરોના સર્વે બાદ રીઝર્વ બેંકે આ મૂજબ જણાવ્યું છે. ૪ વર્ષમાં આવકના મુકાબલે મકાનની કિંમત સૌથી વધુ વધી છે access_time 11:23 am IST