Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ઉર્જા વિકાસ નિગમ દ્વારા રૂ. ર.૪૦ના યુનિટ લેખે એસ્સાર સાથે રપ વર્ષનો કરાર

ગાંધીનગર તા. ૧રઃ વિધાનસભામાં ઉર્જા મંત્રીએ જણાવેલ કે, ગુજરાત ઉર્જા વિકાસ નીગમ લી. દ્વારા તા. ર૬-૦ર-ર૦૦૭ના રોજ મે. એસ્સાર પાવર ગુજરાત સાથે વીજન ખરીદી માટે રૂ. ર.૪૦/- યુનિટ લેવાલાઇઝડ દરે રપ વર્ષ માટલેનો કરાર થયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે લેવાલાઇઝડ દર એટલે બીડ દરમ્યાન બીડર દ્વારા વર્ષવાર દર્શાવવામાં આવેલ રપ વર્ષના ટેરીફની બીડ મૂલ્યાંકન સમયની નેટ પ્રેસન્ટ વેલ્યુ પ્રમાણેની ગણતરીના દર છે જે માત્ર બીડ મૂલ્યાંકન માટે ધ્યાનમાં લેવામાં આવે છે અને સૌથી ઓછો લેવાલાઇઝડ દર ધરાવતી કંપની પસંદગી પામે છે. જયારે પ્રોજેકટ કાર્યરત થયા પછી વીજ ખરીદી પૈકી ચુકવવા પાત્ર થતા વીજ દરની ગણતરી કરારમાં વર્ષ વાર દર્શાવેલ ટેરીફ પ્રમાણે કરવામાં આવે છે.

વીજ ખરીદ કરારમાં વીજ ઉત્પાદક દ્વારા દર્શાવેલ વીજ દર ''ચેન્જ ઇન લો'' મુજબ વિવિધ પરિબળો જેવા કે ટેકસ, કલીન એનર્જી સેસ, કસ્ટમ ડયુટી, જીએસટી વિગેરેના ફેરફારના કારણે થતા વધારા/ઘટાડા ને આધીન હોય છે જે વીજ નિયમન આયોગની મંજૂરી બાદ ગણતરીમાં લેવામાં આવે છે. વધુમાં પ્રોજેકટ ડેવલપર દ્વારા બીડમાં જે પરિબળોના ભાવ યુએસ ડોલરમાં ભર્યા છે, તે પરિબળોની ગણતરી યુએસ ડોલરના રેટમાં થતા ફેરફાર પ્રમાણે થાય છે અને તે પ્રમાણે વીજ દરની ચુકવણી કરવામાં આવે છે. આ કારણોસર, દર વર્ષે થતી ચુકવણીના દર અલગ હોય છે. ના. જી. તા. ૩૧-૦પ-ર૦૧૯ની સ્થિતિએ નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ (મે સુધીમાં) સરેરાશ રૂ. ૩.૧૩/યુનિટના દરે (પ્રોવિઝનલ) વીજ ખરીદી કરવામાં આવેલ છે. જયારે વર્ષ ર૦૧૭-૧૮ દરમ્યાન ખરીદવામાં આવેલ વીજળીનો સરેરાશ દર રૂ. ૩.૩૬/યુનિટ હતો.

(3:36 pm IST)
  • આસામના ૧૭ જીલ્લામાં પુરપ્રકોપઃ૪ લાખ લોકો માઠી અવસ્થામાં : પૂર્વોતર રાજય આસામમાં ર૩ જીલ્લા પૈકી ૧૭માં પુરઃ ૪.ર૩ લાખ લોકોને માઠી અસરઃ આ લોકો સામે પાણી-ભોજનનું સંકટઃ ભારે વરસાદ-પુરથી ૩ ના મોતઃ ૧૧ જીલ્લાઓમાં પુરઃ ઠેરઠેર રાહત-શિબીરો ઉભી કરાઇ access_time 3:59 pm IST

  • કન્નોજનો હૃદયદ્રાવક કિસ્સો : અનાજ માટે ટળવળતા બાળકની દશા સહન નહી થતા માંએ બાળકનું ગળુ દબાવીને હત્યા કરી નાખી :ભુખથી ટળવળી રહેલા બાળકોની ચીસોથી ક્ષુબ્ધ થયેલી માતાએ આ અત્યાંતીક પગલું ભર્યું :પોસ્ટ મોર્ટમમાં બાળકની હત્યાની પૃષ્ટી access_time 1:03 am IST

  • કર્ણાટકમાં રાજકીય સંકટ:કોંગ્રેસના કાકડાટ બાદ ભાજપમાં પણ ધમાસાણ :જેડીએસને મુખ્યમંત્રી પદ આપવા મામલે ભાજપમાં ડખ્ખો : કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર ગબડે અને ભાજપની સરકાર બનાવવા કવાયત આડે પાર્ટીમાં મતભેદ ;કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવા અંગે ભાજપમાં મતમતાંતર access_time 1:04 am IST