Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ધારાસભ્યો ગૃહમાં બોલે એનો વિડીયો વાઇરલ? નીતિન પટેલનો આક્ષેપ

ધારાસભ્યો આક્ષેપો કરે તેનો ફેલાવો થાય છેઃ ધારાસભ્યોની કાર્યવાહીનું રેકોર્ડીંગ ન કરવા સ્પીકરની સૂચના

ગાંધીનગર તા. ૧રઃ આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોના ભાષણોના વિડીયો વાયરલ કરી બ્લેકમેલીંગ થતું હોવાનો આક્ષેપ કર્યો.

ધારાસભ્યના ભાષણના વિડીઓ વાયરલ કરી બ્લેકમેલ કરતા હોવાનો નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે વિધાનસભામાં ગંભીર આક્ષેપ કરતાં હોબાળો મચી જવા પામ્યો છે.

ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા થઇ રહેલા આક્ષેપોનો વિડીઓ વાઇરલ કરીને અધિકારીઓને કોન્ટ્રાકટરોને ધમકાવી બ્લેકમેલ કરવામાં આવતા હોવાનું ગંભીર આક્ષેપ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કરતા અધ્યક્ષએ વિધાનસભાની કાર્યવાહીનું રેકોર્ડીંગ ન કરવાની કડક સુચના આપી હતી.ગુજરાત વિધાનસભામાં આજે શિક્ષણ વિભાગની ચર્ચા દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલે આદીવાસી વિસ્તારમાં મધ્યાન ભોજન યોજનામાં ગોલમાલ ચાલતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેની સામે ભાજપના નરેશ પટેલે વિરોધ પ્રદર્શિત કરી વિધાનસભાના અધ્યક્ષને જાણ કરી હતી.

ધારાસભ્યોને પોતાના વિસ્તારના પ્રશ્નો ગૃહમાં રજુ કરે તેનો વિડીયો બહાર ફરતો થાય છે. આ બાબતે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે દરમ્યાનગીરી કરતાં ભારે આક્રોશથી જણાવ્યું કે, ધારાસભ્યો પ્રજાના પ્રશ્નોને રજુ કરવાને બદલે આક્ષેપો કરે છે જેનો વિડીઓ બહાર ફરતો થાય છે. આ વિડીઓ બહાર ફરતો હોવાથી અધિકારીઓ અને કોન્ટ્રાકટરોને ધમકાવીને બ્લેક મેઇલીંગ કરવામાં આવે છે.

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના આક્ષેપોને પૂરે પૂરી ગંભીરતા ગણી વિધાનસભાના અધ્યક્ષે ગૃહની કાર્યવાહીનું રેકોર્ડીંગ ન કરવાની કડક સુચના આપી હતી. આ સુચનાની જાહેરાત કરતા વિપક્ષના ધારાસભ્યોએ વિરોધ વ્યકત કર્યો હતો.

અંતે અધ્યક્ષશ્રીએ વિશેષ કડક સુચના આપતા જણાવ્યું કે, ગૃહની કાર્યવાહીનું રેકોર્ડીંગ કરતા માલુમ પડશે તો વિશેષાધિકાર ભંગની કાર્યવાહી હાથ ધરાશે.

(9:54 pm IST)
  • ત્રિપુરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં સત્તામાં રહેલ ભાજપની બંપર જીત:. પાર્ટીનાં 83 ટકા ઉમેદવાર બિનહરીફ ચુંટાયા: સીપીઆઇએમ અને કોંગ્રેસ સહિત અનેક પાર્ટીઓનાં મોટાભાગની સીટો પર પોતાનાં ઉમેદવારો હટાવી લીધા. :ચૂંટણીમાં ગોટાળા અને હિંસાનો લગાવ્યો આરોપ access_time 1:00 am IST

  • મરાઠા અનામત મામલે બોમ્બે હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ અરજી પર સુપ્રીમકોર્ટમાં સુનાવણી ;ચીફ જસ્ટિઝ રંજન ગોગોઈના અદ્યક્ષતાવાળી પીઠ સુનાવણી હાથ ધરશે:એક એનજીઓ દ્વારા દાખલ અરજીમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટે અનામતને લઇને 50 ટકા મર્યાદા નક્કી કરી હતી :હાઇકોર્ટનો ચુકાદો સુપ્રીમકોર્ટ વિરુદ્ધ છે access_time 1:07 am IST

  • આકાશમાં આફત :માંડ માંડ બચ્યો 284 લોકોનો જીવ : એયર કેનેડાની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ :35 યાત્રીઓ ઘાયલ :એયર કેનેડાની ફ્લાઇટનું હોનોલુલુમાં ઇમરજન્સી લેન્ડિંગ :ટોરેન્ટોથી સિડની જતી ફ્લાઈટ AC 22માં ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ ;:વિમાનમાં સવાર 35 લોકોને ઇજા access_time 12:50 am IST