Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

સરકારનું વિચિત્ર બહાનું : નર્મદા કેનાલમાં ઉંદર અને નોળિયાના દરના લીધે લીકેજ અને ગાબડાં

બે વર્ષમાં ગાબડાનાં 207 બનાવો : રિપેરિંગ માટે 77, 82 લાખનો ખર્ચ પણ કરાયો

બનાસકાંઠા સહિત રાજ્યભરમાં ઘણા સ્થળે નર્મદાની કેનાલમા પડતા ગાબડાની સરકારે વિધાનસભા ગૃહમાં કબુલાત કરી છે.અને આ ગાબડા પાછળ વિચિત્ર બહાનું આપ્યુ છે  .ઉંદર અને નોળિયાના દરના કારણે કેનાલમાં લીકેજ થાય છે.અને ગાબડા પડતા હોવાની વાત સરકારે કહી છે.

  કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ઉઠાવેલા સવાલનો જવાબ આપતા સરકારે કહ્યુ કે, 31 મે 2019 સુધીના છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં નર્મદાની કેનાલમાં ગાબડાના 207 બનાવો બન્યા છે અને કેનાલના ગાબડા રિપેરિંગ પાછળ 77 લાખ 82 હજાર રૂપિયાનો ખર્ચ પણ કરાયો છે

 .સરકારે નહેર ઓવરટાઈપ થવાથી. જુના અને નવા કામના જોઈન્ટ નબળા હોવાથી, નહેર ઉભરાવવથી અને મેઈન્ટેન્સ ખામીના કારણે ગાબડા પડતા હોવાની વાત પણ ગૃહમાં કહી.

(1:26 pm IST)