Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ગુજરાત સ્ટેટ ભારત સ્કાઉટ એન્ડ ગાઈડની ટીમ દ્વારા વિજયભાઈની શુભેચ્છા મુલાકાતે

અમેરિકામાં યોજનાર વર્લ્ડ સ્કાઉટ જામ્બોરીમાં ગુજરાતના ૩૫ લોકો ભાગ લેશે

અમદાવાદઃ ગુજરાત સ્ટેટ ભારત સ્કાઉટ એન્ડ ગાઈડની ટીમે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. વર્લ્ડ સ્કાઉટ જામ્બોરી અમેરિકા ખાતે યોજાશે. જેમાં ૧૫૨ દેશમાંથી ૪૫૦૦૦ લોકો, ભારતના ૬૪૨ લોકો, જેમાં ગુજરાતના ૩૫ લોકો ભાગ લેવાના છે. ગુજરાત સ્ટેટ ભારત સ્કાઉટ એન્ડ ગાઈડનો મુખ્ય ઉદેશ્ય બાળકોમાં રાષ્ટ્રભાવના વિકસે અને ચારિત્ર્ય નિર્માણ થાય તે માટેનો છે.

(1:20 pm IST)