Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

લગ્નજીવનના વિખવાદનો ગેરફાયદો ઉઠાવી મૌલવીએ યુવતી પાસેથી લાખો પડાવી લીધા

રૂપિયા પાછા માંગતા ધમકી આપી માર માર્યો : મામલો પોલીસ મથકે પહોંચ્યો

વલસાડ : મળતી માહિતી મુજબ વલસાડમાં રહેતી કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલી યુવતીના અગાઉના લગ્ન જીવનમાં થયેલા વિખવાદનો ફાયદો ઉઠાવી પરિણીતા પાસે લાખો રૂપિયા નવસારીના એક મૌલવીએ પડાવી લીધા હતા. યુવતીએ પોતાના રૂપિયા પરત માંગતા મૌલવીએ યુવતી અને તેની માતાને ધાકધમકી આપી માર માર્યો હતો. જેને લઈ સમગ્ર મામલો નવસારી ટાઉન પોલીસ મથકે પહચ્યો હતો.

મૌલવીની માયાજાળમાં ફસાઈ રૂપિયા અને મોટી ભેટ સોગાદો ગુમાવી ભોગ બનેલી પરિણીતા જયારે પોતાના રૂપિયા પરત માંગવા ગઈ ત્યારે મૌલવી અને તેના સાગરીતોએ યુવતી અને તેની માતાને માર માર્યો હતો જેથી ગભરાયેલી યુવતી એ મૌલવી ને પોતાની ઉપર કેરોસીન છાંટી આત્મહત્યા કરી લેવાની ધમકી આપી હતી.

આ તમામ ઘટનાક્રમ સાથે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જયાં યુવતીએ મૌલવી વિરુદ્ઘ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બીજી તરફ મૌલવીએ પણ વળતી ફરિયાદ કરી આ યુવતી પોતાને બદનામ કરી રહી હોવાંની સફાઈ આપી હતી.

(1:19 pm IST)