Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપનાની વર્ષગાંઠ ઉજવવા તૈયારી :વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહે તેવી શકયતા

રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય એકતાના કાર્યક્રમો યોજાશે :પતંગિયા પાર્કની આયોજન : સફારી પાર્ક ખુલ્લું મુકાશે

અમદાવાદ : વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા તરીકે જાણીતા બનેલા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનીટીની સ્થાપનાની પ્રથમ વર્ષગાંઠ તા.31 ઓકટોબરના ધુમધામથી મનાવવા રાજય સરકારે તૈયારી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પણ તેમાં હાજર રહે તેવી ધારણા છે.

   સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા પ્રતિમાની આસપાસ જે નવા પર્યટન સ્થળો તથા સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તેમાંથી જે સુવિધાઓ કાર્યરત થઈ જશે તેનુ ઉદઘાટન કરવામાં આવશે અને અહી ખાસ પ્રકારના રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય એકતાના કાર્યક્રમો પણ યોજવાની તૈયારી છે . સરકાર દ્વારા અહી એક પતંગીયા પાર્કનું પણ આયોજન કરાયું છે અને સફાઈ પાર્ક પણ ખુલ્લુ મુકાશે. તા.31 ઓકટોબરના રોજ આ માટે એક ભવ્ય આયોજનની તૈયારી થઈ ગઈ છે

(1:11 pm IST)
  • કર્ણાટકમાં રાજકીય સંકટ:કોંગ્રેસના કાકડાટ બાદ ભાજપમાં પણ ધમાસાણ :જેડીએસને મુખ્યમંત્રી પદ આપવા મામલે ભાજપમાં ડખ્ખો : કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર ગબડે અને ભાજપની સરકાર બનાવવા કવાયત આડે પાર્ટીમાં મતભેદ ;કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવા અંગે ભાજપમાં મતમતાંતર access_time 1:04 am IST

  • ઘર ખરીદવાની ક્ષમતા ૪ વર્ષમાં સૌથી બદત્તરઃ રીઝર્વ બેંકનો રિપોર્ટ : સરકારે રાહતદરના મકાનો આપવાનો પ્રયાસ કર્યો હોવા છતાં પણ લોકોમાં ઘર ખરીદવાની ક્ષમતા ૪ વર્ષમાં સૌથી બદત્તર સ્થિતિમાં પહોંચી છેઃ દિલ્હી, મુંબઇ સહિત ૧૩ શહેરોના સર્વે બાદ રીઝર્વ બેંકે આ મૂજબ જણાવ્યું છે. ૪ વર્ષમાં આવકના મુકાબલે મકાનની કિંમત સૌથી વધુ વધી છે access_time 11:23 am IST

  • રાહુલ ગાંધી વિરૂદ્ઘ ૨૦ ફોજદારી કેસો: સંઘ અને ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના સાંસદ અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ઘ દેશના જુદા જુદા ભાગોમાં ૨૦ જેટલા ફોજદારી કેસો કર્યાનું કોંગ્રેસના નેતાઓએ કહ્યું છે access_time 1:14 pm IST