Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

રાહુલ ગાંધીને અમદાવાદમાં આવકારવા માટે પ્રદેશ કોંગી નેતાઓનો એરપોર્ટ પર જમાવડો

કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, હાર્દિક પટેલ, મધુસુદન મિસ્ત્રી, તુષાર ચૌધરી, કામીનીબા, ચંદ્રિકાબહેન એરપોર્ટ પર ઉપસ્થિત

અમદાવાદ : લોકસભાની ચૂંટણીમાં પરાજય બાદ રાહુલ ગાંધી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓનો જમાવડો થયો છે. રાહુલ ગાંધી એડીસી બેન્ક માનહાની કેસમાં અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર થવા માટે અમદાવાદની મુલાકાતે છે. રાહુલ ગાંધી એરપોર્ટથી સીધા જ ઘી કાંટા કોર્ટમાં હાજરી આપવા જશે.

  રાહુલ ગાંધી એરપોર્ટથી ડફનાળા ચારરસ્તા પહોંચશે. ત્યાથી રિવરફ્રન્ટ થઈને લેમન ટ્રી હોટલના રસ્તે રૂપાણી સિનેમાના રોડ પર પહોંચશે. ત્યાથી તેઓ લકી રેસ્ટોરન્ટથી સેન્ટ ઝેવિયર્સ સ્કુલ થઈને મેટ્રો કોર્ટ પહોંચશે. રસ્તામાં છ સ્થળો પર તેમનું સ્વાગત થશે. રાહુલ ગાંધીના એરપોર્ટ આગમનને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, હાર્દિક પટેલ, મધુસુદન મિસ્ત્રી, તુષાર ચૌધરી, કામીનીબા, ચંદ્રિકાબહેન એરપોર્ટ પર છે.

(12:38 pm IST)
  • રાહુલ ગાંધી વિરૂદ્ઘ ૨૦ ફોજદારી કેસો: સંઘ અને ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના સાંસદ અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ઘ દેશના જુદા જુદા ભાગોમાં ૨૦ જેટલા ફોજદારી કેસો કર્યાનું કોંગ્રેસના નેતાઓએ કહ્યું છે access_time 1:14 pm IST

  • ૧૪ કોંગી બળવાખોરો મુંબઈની હોટલમાં પાછા ફર્યા : ૨ દિ' વધુ રોકાશે : કર્ણાટકના ૧૪ બળવાખોર ધારાસભ્યો મુંબઈની હોટેલમાં પાછા ફર્યા, વધુ ૨ દિવસ રોકાય તેવી શકયતા access_time 1:12 pm IST

  • એર કેનેડાની ૨૮૪ મુસાફરો સાથેની ફલાઈટનું હોનાલુલુમાં ઈમરજન્સી લેન્ડીંગઃ ૩૫ યાત્રીકો ઘાયલ : એયર કેનેડાની ફલાઈટનું ખરાબ હવામાનના કારણે ઈમરજન્સી લેન્ડિંગઃ ૩૫ યાત્રીઓ ઘાયલઃ એયર કેનેડાની ફલાઈટનું હોનોલુલુમાં ઈમરજન્સી લેન્ડિંગઃ ટોરેન્ટોથી સિડની જતી ફલાઈટ AC 22માં ખરાબ હવામાને કારણે લેન્ડિંગ access_time 3:23 pm IST