Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

વડોદરામાં પ્રાથમિક શાળામાં ચાર વિદ્યાર્થીઓને કપડાં કઢાવી શિક્ષકે સોટીથી માર માર્યો : વિડિઓ વાયરલ

વિડિઓ દત્તેશ્વર રોડ પર આવેલી સરસ્વતી સ્કુલનો હોવાનું અનુમાન

વડોદરામાં પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા ચાર નાના બાળકોને શિક્ષકે કપડા કઢાવી સોટીથી માર માર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વડોદરાના દત્તેશ્વર રોડ પર આવેલી સરસ્વતી સ્કુલનો હોવાનો મનાય છે. અને આ વીડિયો સ્કુલના જ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.

   અગાઉ પણ આ જ શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ બીજા માળેથી ભૂસકો માર્યા હોવાની ઘટનાથી ચકચાર મચી છે. ચાર નાના બાળકોના કપડા કઢાવી સજા કરવામાં આવે તે કેટલા અંશે વ્યાજબી છે. આ પ્રકારનું વર્તન બાળ માનસિકતા પર કેવી અસર કરશે તે એક સવાલ છે સ્કુલ ની શિક્ષિકા કયા કારણોને લઈ બાળકોના કપડા ઉતરાવ્યા તે પણ એક સવાલ છે.

(12:33 pm IST)