Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

અમિત જેઠવા હત્યા પ્રકરણના શાર્પશૂટર શૈલેષ પંડ્યા સામે કચ્છમાં મારામારીનો કેસઃ નામબદલીને રહેતો'તો

ભૂજ, તા. ૧૨ :. જૂનાગઢના આરટીઆઇ એકિટવિસ્ટ અમિત જેઠવા હત્યા પ્રકરણમાં આજીવન કારાવાસની સજા પામેલા શૈલેષ પંડ્યા વિરુદ્ઘ કચ્છમાં પણ ગુનો નોંધાઇ ચુકયો છે. નવેક વર્ષ પૂર્વે શૈલેષ પંડ્યા ભચાઉમાં નામ બદલીને રહેતો હતો.

તે ખાનગી કંપનીમાં સિકયુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો ત્યારે તેની સામે મારામારી કરવા અંગે ગુનો નોંધાયો હતો. ભચાઉના ચોપડવા ગામે બનેલા મારામારીના બનાવ બાદ શૈલેષ પંડ્યા અન્ય ગુનામાં પાટણ એલસીબીના હાથે ઝડપાયો હતો ત્યારે ભચાઉમા પોતે નામ બદલાવીને નકલી નામે રહેતો હોવાની શૈલેશે કબુલાત કરી હતી. જે અંગે પાટણ પોલીસે ભચાઉ પોલીસને જાણ મરતા ભચાઉ પોલીસે શૈલેષ પંડ્યા વિરુદ્ઘના કેસમાં નકલી નામ દ્વારા પોલીસને ગેરમાર્ગે દોરવા અંગેની ફરિયાદ દાખલ કરી હતી.

અમિત જેઠવા હત્યા પ્રકરણમાં જયારે શૈલેષ ઝડપાયો ત્યારે ભચાઉ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે શૈલેષનો કબ્જો મેળવી તેની પૂછપરછ કરી હતી.

(11:41 am IST)
  • રાહુલ ગાંધી વિરૂદ્ઘ ૨૦ ફોજદારી કેસો: સંઘ અને ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના સાંસદ અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ઘ દેશના જુદા જુદા ભાગોમાં ૨૦ જેટલા ફોજદારી કેસો કર્યાનું કોંગ્રેસના નેતાઓએ કહ્યું છે access_time 1:14 pm IST

  • જમ્મુ - કાશ્મીરના ક્રિષ્નાઘાટીમાં પાકિસ્તાન ભારે તોપમારો કરી રહ્યુ છે : પાકિસ્તાને ફરી એકવાર શસ્ત્ર વિરામનો ભંગ કરીને જમ્મુ કાશ્મીર નિયંત્રણ રેખા પાસેના ક્રિષ્નાઘાટી સેકટરમાં ભારે તોપમારો શરૂ કર્યાના અહેવાલ છે access_time 1:13 pm IST

  • આકાશમાં આફત :માંડ માંડ બચ્યો 284 લોકોનો જીવ : એયર કેનેડાની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ :35 યાત્રીઓ ઘાયલ :એયર કેનેડાની ફ્લાઇટનું હોનોલુલુમાં ઇમરજન્સી લેન્ડિંગ :ટોરેન્ટોથી સિડની જતી ફ્લાઈટ AC 22માં ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ ;:વિમાનમાં સવાર 35 લોકોને ઇજા access_time 12:50 am IST