Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન પર ચક્કર આવતા યુવાન ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પટકાયો :બન્ને પગ કપાયા

સુરત-જામનગર ઇન્ટરસીટી ટ્રેન ધીમી પડી ત્યારે બારણા પાસે ઉભેલા અંકલેશ્વરથી અમદાવાદ મુસાફરી કરતા જયેન્દ્રસિંહ પટકાયા

 

અમદાવાદના મણિનગરમાં સુરત જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસનું મણિનગર પર સ્ટોપેજ પર ટ્રેન ધીમી પડી હતી. ત્યારે એસી કોચમાંથી એક 38 વર્ષનો યુવાન ટ્રેનનાં બારણાં પાસે ઉભો હતો. અચાનક તેને ચક્કર આવી જતાં તે સ્ટેશન પર ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઇ જતા તેના બંન્ને પગ કપાઇ ગયા હતાં. તેમને સારવાર માટે સિવિલમાં લઇ જવામં આવ્યાં હતાં.

  આ દુર્ઘટના અંગે રેલવે અધિકારીએ જણાવ્ચું કે , 'સુરત જામનગર ઇન્ટરસિટીનું મણિનગરમાં સ્ટોપેજ નથી. બુધવારે સાંજે આશરે 4.30 કલાકે મણિનગર સ્ટેશન પરથી ટ્રેન ઓછી સ્પીડમાં પસાર થઇ રહી હતી. ત્યારે જ એસી કોચમાં અંકલેશ્વરથી અમદાવાદની મુસાફરી કરી રહેલા જયેન્દ્રસિંહ જગતપાલસિંહ ચંદેલ ચાલુ ટ્રેને ગેટ પાસે ઉભા હતાં. ત્યારે જ અચાનક તેઓ પડી જવાથી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી ગયા હતાં. આ અકસ્માતમાં તેમના બંન્ને પગ કપાઇ ગયા હતાં. જેથી તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં

 

(11:53 pm IST)