Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

શહીદ જવાનોના સંતાનોને 100 ટકા ટ્યુશન ફી માફી અથવા સ્કોલરશીપ અપાશે

અમદાવાદ :દેશના રક્ષણ માટે બલિદાન આપનાર આર્મી, નેવી,એરફોર્સ અને પેરામીલીટરી ફોર્સીસ તેમજ પોલીસના શહીદ જવાનોના સંતાનોને સ્કોલરશીપ અપાશે આ સંતાનોને અભ્‍યાસ માટે અભ્‍યાસક્રમમાં 100 ટકા ટૂયુશન ફી માફી અથવા સ્‍કોલરશીપ અપાશે

 

  અમદાવાદની યુનિવર્સિટી દ્રારા બેચલર ઓફ ટેકનોલોજી,બેચલર ઓફ સાયન્‍સ, બેચલર ઓફ આ્રકીટેકચર, બેચલર ઓફ ડીઝાઈન,બેચલર ઓફ કોમર્સ , બેચલર ઓફ બીઝનેસ એડમીનીસ્‍ટ્રેટીવ,માસ્‍ટર ઓફ સાયન્સ, માસ્‍ટર ઓફ બીઝનેસએડમીનીસ્‍ટ્રેટીવ,ડોકટર ઓફ ફિલોસોફી, માસ્‍ટર ઓફ કોમ્‍પ્‍યુટર એપ્‍લીકેશન, માસ્‍ટર ઓફ ટેકનોલોજી વગેરે અભ્‍યાસ ક્રમમાં સ્‍કોલરશીપ આપવામાં આવશે.
   જિલ્લા સૈનિક કલ્‍યાણ અને પુનવસવાટ કચેરી જામનગરના કાર્યક્ષેત્ર હેઠળના જામનગર,પોરબંદર,,જૂનાગઢ,દ્રારકા,ગીર સોમનાથના તમામ સૈનિકો/જવાનનોના સંતાનોને લાભ લેવા જણાવવામાં આવ્‍યું છે.
વધુ માહિતી માટે વેબસાઈટ info@indusuni.ac.in પર જોવા જિલ્લા સૈનિક કલ્‍યાણ અને પુનવસવાટ કચેરી જામનગરની અખબારી યાદીમાં જણાવાયું છે

(9:59 pm IST)