Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

વિઝાગ પોર્ટ : ૨૪ MTPA ક્ષમતાના સંકુલનું નિર્માણ થયું

એસ્સારે ૮૩૦ કરોડનાં રોકાણ સાથે નિર્માણ કર્યું: નીતિન ગડકરી સંકુલનું આજે ઉદ્ઘાટન કરશે : સંકુલમાં હવે બે લાખ ટન સુધી સુપર કેપ જહાજોને લાંગરી શકાશે

અમદાવાદ,તા. ૧૨: એસ્સાર વિઝાગ ટર્મિનલ લિમિટેડ (ઇવીટીએલ) દ્વારા ૨૪ એમટીપીએની ક્ષમતા ધરાવતું વિશાખાપટ્ટનમ ખાતે દેશનું સૌથી મોટુ અને નવું વિઝાન આયર્ન ઓર સંચાલન સંકુલ નિર્માણ કરાયું છે, જેનું ઉદ્ઘાટન આવતીકાલે કેન્દ્રીય માર્ગ પરિવહન અને મંત્રી શ્રી નીતિન ગડકરી દ્વારા કરવામાં આવશે. એસ્સાર દ્વારા રૂ.૮૩૦ કરોડના જંગી રોકાણ સાથે નિર્માણ કરાયેલા દેશના આ મોટા સંકુલનું આવતીકાલે લોકાર્પણ કરાશે. આ અંગે એસ્સારનાં ડિરેક્ટર શ્રી પ્રશાંત રુઇયાએ જણાવ્યું હતું કે, વિઝાન આયર્ન ઓર સંચાલન સંકુલ ખરાં અર્થમાં રાષ્ટ્રીય સંપત્તિ ગણી શકાય એવી સુવિધા છે. અમે સરકારનાં પોર્ટ-સંચાલિત વિકાસનાં વિઝનને સાકાર કરવા કટિબદ્ધ છીએ. પોતાનાં અત્યાધુનિક કાર્ગો સંચાલન ઉપકરણ સાથે સજ્જ આયર્ન ઓર સંચાલન સંકુલ ભારતીય બંદરો વચ્ચે આયર્ન ઓર માટે સૌથી વધુ ઝડપી વેસલ ટર્નએરાઉન્ડ ટાઇમ ધરાવશે. પ્રોજેક્ટ પૂર્ણ થતાં તેની કાર્ગો સંચાલન ક્ષમતા વધીને ૨૪ એમટીપીએ થશે. અત્યારે આયર્ન ઓર કોમ્પ્લેક્સ વિઝાગ પોર્ટનાં બહારનાં બંદર પર ૨૦ મીટરની ઊંડાઈ સાથે ૨૦૦,૦૦૦ ડીડબલ્યુટી સુધીની સુપર કેપ સાઇઝનાં જહાજનું સંચાલન કરી શકે છે. આયર્ન ઓર સંચાલન સંકુલને પર્યાવરણને અનુકૂળ બનાવવા ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. મિકેનાઇઝેશન અને પર્યાવરણનાં સ્થાયી રક્ષણમાં આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પદ્ધતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ડસ્ટ અને સ્પિલેજમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેથી કાર્બનનાં ઉત્સર્જનમાં ઘટાડો થયો છે અને બંદર પર કામ કરવાની સ્થિતિમાં સુધારો થયો છે. ઇવીટીએલે સંપૂર્ણ ૯.૫ કિલોમીટરનું કન્વેયર નેટવર્ક પણ મજબૂત કર્યું છે અને પીએલસી ઓટોમેશન અપગ્રેડેશન કર્યું છે, જે રેકોર્ડ કાર્ગો સંચાલન કામગીરી  માટે સક્ષમ બનાવશે. ઇવીટીએલે ડિઝાઇન-બિલ્ડ-ફાઇનાન્સ-ઓપરેટ-ટ્રાન્સફર (ડીબીએફઓટી) પર વર્ષ ૨૦૧૫માં આ પ્રોજેક્ટ ૩૦ વર્ષ માટે હાથમાં લીધો હતો. આયર્ન ઓરનું સંચાલન સંકુલ તમામ સીઝનમાં કાર્ય કરવા સક્ષમ છે, જે ડીપ ડ્રાફ્ટ સુવિધા ધરાવે છે, જે ચીન, જાપાન અને કોરિયા સહિત દક્ષિણ-પૂર્વ એશિયાનાં ઝડપથી વૃદ્ધિ કરતાં બજારોને સેવા આપવા સજ્જ છે. આ સંકુલ છત્તિસગઢ, ઓડિશા અને ઝારખંડ રાજ્યોમાંથી કાર્ગો લાવવા માટે પ્રતિબદ્ધ રેલ કનેક્ટિવિટી ધરાવે છે. દરમ્યાન એસ્સાર પોર્ટર્સ લિમિટેડનાં મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજીવ અગ્રવાલે ઉમેર્યું હતું કેઃ આ પ્રોજેક્ટથી ભારતનાં પૂર્વનાં દરિયાકિનારા પર કાર્યરત નિકાસકારોને ઓછાં ટર્નએરાઉન્ડ ટાઇમ (ટીએટી) અને ફ્રેઇટ ખર્ચમાં ઘટાડાનો લાભ મળશે. આ સુવિધા નિકાસ અને દરિયાઈ ટ્રાફિક એમ બંનેને સપોર્ટ કરશે, જે સાગરમાલા પહેલનાં વિઝનનું વિસ્તરણ છે. અમે આ વિસ્તરણ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં સાથસહકાર આપવા બદલ વિઝાગ પોર્ટ ઓથોરિટીનાં આભારી છીએ.

(10:30 pm IST)
  • FIFA વર્લ્ડકપ ફાઇનલમાં પહોંચતું ક્રોએશિયા : ઇંગ્લેન્ડને 2-1 થી પરાસ્ત કર્યું : એક્સ્ટ્રા ટાઈમમાં વધુ 1 ગોલ કરીને ક્રોએશિયાએ જબબર જીત મેળવી : ઇંગ્લેન્ડના કરોડો ફૂટબોલ રસિકોમાં છવાયો માતમ : ક્રોએશિયાનાં ફેન્સમાં છવાયો દિવાળી જેવો આનંદનો માહોલ : ફ્રાન્સ સામે ફાઇનલ મેચમાં ટકરાશે ક્રોએશિયા access_time 2:19 am IST

  • જેતપુરમાં અનરાધાર વરસાદથી સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા ટ્રોમા સેન્ટર અમે આઇસીયુ વિભંગમાં પાણી ઘુસી જતા કર્મચારીઓમાં પાણીના નિકાલ માટે કાર્યવાહી access_time 12:00 am IST

  • જસદણમાં દોઢ ઇંચ : આટકોટમાં 4 ઇંચ જેવો ધમધોકાર વરસાદ ખાબક્યો રાજકોટ : આજે બપોર બાદ રાજકોટ સહીત જિલ્લામાં મેઘમહેર થઇ છે જેમાં ગોંડલમાં એક ઇંચ અને જસદણમાં પણ દોઢ ઇંચ વરસાદ થયો છે જયારે આટકોટમાં ધોધમાર 4 ઇંચ જેવો વરસાદ પડ્યો છે ભારે વરસાદ થતા રસ્તાઓમાં પાણી વહી ગયા હતા access_time 8:53 pm IST