Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

સુરત પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતી મહિલાની જાણ બહાર છૂટાછેડાના કરાર :પતિ અને સાસરિયા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ

સુરત પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતી મહિલાની જાણ બહાર છૂટાછેડાના કરાર થયા અંગે આ મહિલાએ પતિ અને સાસરિયા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે
   આ અંગેની ફરિયાદમાં વિગત મુજબ સુરત પોલીસ કમિશ્નર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતી મહિલાએ પતિ અને સાસરી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી છે જેમાં પતિ અને સાસરીયા પક્ષે મળીને મહિલાની જાણ બહાર ખોટા છૂટાછેડા કરાર બનાવ્યા હતા આ- ખોટા કરારના આધારે પતિએ કોર્ટમાં ડિવોર્સ પિટિશન ફાઇલ કરી હતી

   આ ફરિયાદ  નિકોલ પોલીસ એ પતિ, સસરા, સાસુ, જેઠ,જેઠાણી અને કરારમાં સાક્ષી તરીકે સહી કરનાએ 2 લોકો સામે ફરિયાદ કરી છે બે વર્ષ પહેલાં મહિલાના લગ્ન નિકોલ ખાતે થયા હતા

(10:12 pm IST)