Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

ગુજરાતમાં વિશ્વની સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી ફોરેન્સિક કેન્દ્રનો પ્રારંભ

નવા વિચારોને લાગુ કરવામાં ગુજરાત હંમેશા આગળ: આંતર રાષ્ટ્રીય માનવતાવાદી ફોરેન્સિક કેન્દ્રની સ્થાપના પણ આ દિશામાં એક પગલું: અતિરિક્ત મુખ્ય સચિવ એમ.એસ.ડાંગર

વિશ્વની પહેલી આંતરરાષ્ટ્રીય માનવતાવાદી ફોરેન્સિક કેન્ડનું ગુજરાતમાં ઉદ્ધઘાટન કરાયું હતું આ ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડક્રોસ અને ગુજરાત ફોરેન્સિક સાયન્સ વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે થયું હતું તેને આઈસીઆરસીના ભારત ,નેપાળ,ભૂટાન અને માલદિવનાં પ્રાદેશિક મંડળોએ સાથે મળીને ખોલ્યું છે

  આંતરરાષ્ટ્રીય માનવતાવાદી ફોરેન્સિક કેન્દ્ર દ્વારા સંસ્થાગત તરીકે માનવતાવાદી ફોરેન્સિક ક્ષેત્રને કોઈ હાલની વિશ્વવિદ્યાલયના માળખા સાથે જોડવાનો આ પ્રથમ પ્રયાસ છે આ કેન્દ્ર માણાવતાવાદી ફોરેન્સિક ક્ષેત્રમાં વિભિન્ન શૈક્ષણિક અને વ્યવસાયિક ગતિવિધિઓનું આયોજન કરશે આ ઉપરાંત આ માનવતાવાદી ફોરેન્સિકના ક્ષેત્રમાં ચલાવતા અભિયાનને ધ્યાનમાં રાખીને વિભિન્ન પ્રકારના પ[પ્રશિક્ષણ,શોધ અને ટેક્નિકલ વિશેષતા ઉપલબ્ધ કરાવવા મદદ કરશે

  આ વિશ્વ સ્તરની ઉચ્ચ સેવા આપનારા એશિયાનું એક એવું કેન્દ્ર છે જે જરૂરિયાતના સમયે દેશ અને દુનિયાની માનવતાવાદી આવશ્યકતાને પુરી કરશે અત્રે ઉલ્લેખનીય છે કે માનવતાવાદી સેવાઓ માટે ફોરેન્સિક સાયન્સનો ઉપયોગ કરવાવાળા આ એકમાત્ર અનુષ્ઠાન છે

  આ કેન્દ્ર માનવતાવાદી ફોરેન્સિકને એવા દેશો અને પરિસ્થિતિઓને અનુકૂળ કરતી કાર્યવાહી,પ્રતિક્રિયા અને ઉઠાવનારા પગલાંથી વાફેફ કરાવશે

  કેન્દ્રના ઉદ્ધઘાટન  પ્રસંગે ગુજરાત સરકારના ગૃહ વિભાગના અતિરિક્ત મુખ્ય સચિવ એમ,એસ,ડાંગરે કહ્યું કે નવા વિચારોને લાગુ કરવામાં ગુજરાત હંમેશા આગળ રહયું છે ગુજરાત ફોરેન્સિક સાયન્સ વિશ્વ વિદ્યાલયમાં આંતર રાષ્ટ્રીય માનવતાવાદી ફોરેન્સિક કેન્દ્રની સ્થાપના પણ આ દિશામાં એક પગલું છે

(8:51 pm IST)