Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

દહેગામની જૂની પોલીસ સ્ટેશન લાઈનમાં ગંદકી ખદબદતા તંત્રની નબળી કામગીરી દેખાઈ

દહેગામ: પોલીસ સ્ટેશનમાં બનાવવામાં આવેલી નવી પોલીસ લાઈનમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે ત્યારે જુની પોલીસ લાઈન વર્ષોથી મેઈન્ટેનન્સના અભાવે બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. ખાળકુવાના પાણી રસ્તા ઉપર છે તો સ્ટ્રીટલાઈટો પણ બંધ છે તથા વર્ષો પહેલા જે રંગરોગાન કરાયું હતું તેના પછી અત્યાર સુધી કલરકામ કરાયું નથી. મકાનની બારીઓના પણ ઠેકાણા નથી તો ઠેકાણા છે તેવી બારીઓને કાચ નથી જેવી અનેક સમસ્યાઓ અહીં પોલીસકર્મીઓ સહન કરી રહયા છે.

 


દહેગામ જુની પોલીસ લાઈનમાં જાળવણીના અભાવે અનેક સમસ્યાઓ સતાવી રહી છે. ર૪ કલાક લોકોની સેવામાં રહેતાં પોલીસ જવાનોના ઘર બિસ્માર હાલતમાં જોવા મળી રહયા છે.  દહગામ પોલીસ સ્ટેશનમાં બનાવવામાં આવેલી નવી પોલીસ લાઈનમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે તો જુની પોલીસ લાઈનમાં મકાનો બિસ્માર હાલતમાં જાળવણીના અભાવે ખંડેર બની ચુક્યા છે.

(6:07 pm IST)