Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

વિદ્યાનગરમાં લેક્ચરરના બીભત્સ ફોટા માસીયાઈ ભાઈએ બોગસ એકાઉન્ટ બનાવી વાયરલ કરી દેતા ચકચાર

વિદ્યાનગર:ખાતે રહેતી એક લેક્ચરરના બિભત્સ ફોટો જામનગર ખાતે રહેતા તેના મસિયાઈ ભાઈએ જ ફેસબુક પર તેણીના નામનુ બોગસ એકાઉન્ટ બનાવીને અપલોડ કરી કોલગર્લ તરીકે દર્શાવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે વિદ્યાનગર પોલીસે આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

 

પ્રાપ્ત વિગતો અનુસાર વિદ્યાનગરના નાના બજારમાં રહેતી એક યુવતી કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવે છે. તેણીનો માસીનો દિકરો અજયભાઈ મફતભાઈ ભોઈ જામનગર રહે છે. આણંદ ખાતે મોસાળના પ્રસંગમાં તેની ઓળખાણ તેની સાથે થઈ હતી જેથી તે અવાર-નવાર યુવતીના ઘરે આવતો હતો.બે વર્ષ પહેલા ગણેશ ડેરી પાછળ આવેલા મામાના ઘરે ગઈ હતી જ્યાં કોઈ હાજર ના હોય એકલતાનો લાભ લઈને અજય ભોઈએ તેણીને એક રૂમમાં બોલાવીને શારીરીક સંબંધની અઘટિત માંગણી કરી હતી. પરંતુ યુવતીએ નકારી કાઢીને તુ મારી માસીનો દિકરો એટલે કે ભાઈ થાય છે તને આવી માંગણી કરતા શરમ નથી આવતી તેમ જણાવીને ઠપકો આપ્યો હતો. અજયે તેણીની સાથે ઝપાઝપી કરીને ધક્કો મારી દોરી વડે હાથ બાંધી દઈને બળજબરીપુર્વક અશ્લીલ ફોટા પાડી લીધા હતા અને જો આવું કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશ તેમજ ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ કરીને તારા ઘરને બદનામ કરી દઈશ તેમ જણાવ્યું હતુ. 
ત્યારબાદ થોડા સમય પછી અજયે યુવતીને ફોન કરીને તારા કપડા વગરના ફોટા મને મોકલ, જો નહીં મોકલે તો તારા પાડેલા અશ્લિલ ફોટા સોશ્યલ મિડીયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. જેથી ગભરાઈ ગયેલી યુવતીએ કપડાં વગરના ફોટા મોકલી આપ્યા હતા. ત્યારબાદ અજય દ્વારા ઘરે કોઈ ના હોય ત્યારે અવાર-નવાર ઘરે આવીને શારીરીક સંબંધ બાંધવાની માંગણી કરતો હતો પરંતુ યુવતી તેના તાબે થઈ નહોતી. જેથી અજયે યુવતીના નામનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવીને તેમાં બિભત્સ ફોટા અપલોડ કરીને કોલગર્લ તરીકે દર્શાવીને તેણીના પિતાનો સંપર્ક માટે મોબાઈલ નંબર દર્શાવી દીધો હતો. આ અંગેની જાણ યુવતી તેના માતા-પિતાને થતા જ તેઓએ અજયના માતા-પિતાનો સંપર્ક કરીને અજયને સુધારવાનું જણાવ્યું હતુ પરંતુ અજયે અશ્લીલ ફોટા મીડિયામાં પણ વાયરલ કરી દેતાં આ અંગે યુવતીએ વિદ્યાનગર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

(5:57 pm IST)
  • રાજકોટના શાપર -વેરાવળમાં ભારે વરસાદને કારણે 150 લોકો પાણીમાં ફસાયા ;તંત્રએ તમામને સહી સલામત સ્થળે ખસેડાયા :વહીવટી તંત્રએ તમામ માટે ભોજન વ્યવસ્થા કરી access_time 11:26 pm IST

  • જુનાગઢમાં ઘણા લાંબા સમય રાહ જોવડાયા બાદ ભારે વરસાદનુ આગમન : શહેરમાં લાઇટ જવાના પ્રશ્નોને પગલે પી.જી.વી.સી.એલના કમૅચારીઓ ભારે વરસાદ વચ્ચે કાર્યરત : ચાલુ વરસાદે પી. જી. વી. સી.એલના કર્મચારીઓ જીવ જોખમમાં મુકી કામ કરતા નજરે પડે છે.'અકિલા 'ના વાચક વાઢીયા મિતલકુમારએ મોકલેલ જુઓ વિડીયો access_time 11:20 pm IST

  • અમરેલી :રાજુલાના હિંડોરણા ચોકડી પાસે ક્રિષ્ના ટાયર્સના કારખાનામાં ભીષણ આગ ભભૂકી :મુશળધાર વરસાદ વચ્ચે આગ લાગી :કારખાના આસપાસ મચી અફડા તફડી :સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ :શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ સ્થાનિક લોકો નું અનુમાન access_time 10:02 pm IST