Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

કઠલાલ તાલુકાના લસુન્દ્રામાં યુવક પર ખોટો વ્હેમ રાખી ઢોર માર માર્યો

કઠલાલ:તાલુકાના લસુન્દ્રામાં મોટર સાયકલ લઈને જતાં યુવક ઉપર ખોટો વ્હેમ રાખી માર માર્યો હતો. જેને લઈ થયેલી મારામારીમાં ચાર જણાંને ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાના બનાવ અંગે કઠલાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કઠલાલ તાલુકાના લસુન્દ્રા નવીમાટમાં સુરેશભાઈ મગનભાઈ પરમાર પરિવાર સાથે રહે છે. ગઈકાલે સાંજે નિલેશભાઈ મોટર સાયકલ લઈને જઈ રહ્યો હતો. ત્યારે જશુભાઈ ચતુરભાઈ પરમારે ખોટો વ્હેમ રાખી નિલેશને ઉભો રાખી ગમે તેમ ગાળો બોલી ગડદાપાટુ માર મારવા લાગ્યા હતા. જેથી બૂમાબૂમ થતાં નજીકમાં ઉભેલા બળંવતભાઈ છોડાવવા દોડી આવ્યા હતા. ત્યારે કિરણ જશુભાઈ પરમારે બળવંતને માથામાં લાકડી મારી લોહીલુહાણ કરી દીધા હતા. જેથી સુરેશ મગનભાઈ તથા ભારતીબેન છોડાવવા દોડી ગયા હતા. ત્યારે જશુભાઈ પરમારે સુરેશ ભાઈને ડાબા તેમજ જમણા હાથ ઉપર લોંખડની નરાશ લઈ આવી રમેશભાઈને મારવા જતા હાથ ઊંચો કરી દેતા હાથની આંગળી ઉપર વાગી ભારતીબેનના માથામા જમણી બાજુ વાગતા લોહીલુહાણ થઈ ગયા હતા. આ ઝઘડામાં સંજયભાઈ પરમાર ગમે તેમ ગાળો બોલતો બોલતો દોડીને લાકડું લઈ આવી દેવેન્દ્રભાઈને હાથની આંગળી ઉપર લોહી ઈજા કરી આરોપીઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

આ બનાવ અંગે ભારતીબેન સુરેશભાઈ પરમારની ફરિયાદ આધારે કઠલાલ પોલીસે જશુભાઈ ચતુરભાઈ પરમાર, કિરણ જશુભાઈ તેમજ સંજય જશુભાઈ પરમાર સાથે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

(5:56 pm IST)