Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

જાતિ આધારિત સિસ્ટમથી પરેશાન છું, જેથી પોતાનો ધર્મ સેક્યુલર, રાષ્‍ટ્રવાદી કે નાસ્તિક કરવા માંગે છેઃ અમદાવાદના રાજીવ ઉપાધ્યાય નામના રીક્ષાચાલકે હાઇકોર્ટમાં અરજી કરી

અમદાવાદઃ અમદાવાદનો એક રિક્ષા ડ્રાઈવર અલગ જ પ્રકારની માંગણી લઈને ગુજરાત હાઈકોર્ટના દરવાજે પહોંચ્યો છે. ગુજરાત હાઈકોર્ટને તેમણે ભલામણ કરી કે પોતાનો ધર્મ સેક્યુલર’, ‘નાસ્તિકઅથવા તોરાષ્ટ્રવાદીકરી દો. રાજકોટ ગેઝેટ ઑફિસ અને જિલ્લા કલેક્ટરે અરજી ફગાવ્યા બાદ 34 વર્ષના રાજીવ ઉપાધ્યાય ગુજરાત હાઈકોર્ટે પહોંચ્યા છે.

હાઈકોર્ટમાં કરેલી પોતાની અરજીમાં કહ્યું કે બંધારણ આપણને કોઈપણ ધર્મ અપનાવવાની મંજૂરી આપી રહ્યું છે. ઉપાધ્યાયે કહ્યું કે તે જાતિ આધારિત સિસ્ટમથી પરેશાન છે, જેથી તે પોતાનો ધર્મ સેક્યુલર, રાષ્ટ્રવાદી કે નાસ્તિક કરવા માગે છે. ઉપરાંત તેણે ગુજરાત ફ્રિડમ રિલિઝન એક્ટમાં જરૂરી સુધારા થઈ શકે તે માટે કોર્ટને દખલગીરી કરવા વિનંતી કરી છે.

રાજીવ ઉપાધ્યાયે કહ્યું કે ગયા વર્ષે મે મહિનામાં જિલ્લા કલેક્ટરે અરજી ફગાવી દેતાં આખરે હાઈકોર્ટનો સહારો લેવો પડ્યો. રાજીવ ઉપાધ્યાયે કહ્યું કે, “ભારતીય બંધારણના આર્ટિકલ 25 અને 26 મુજબ દરેક ભારતીયને કોઈપણ ધર્મ અપનાવવાનો અધિકાર છે, ત્યારે જિલ્લા કલેક્ટર પાસ કરેલો ઓર્ર ગેરકાયદેસર છે જેથી તેને રદ કરવામાં આવે.ગુજરાત ફ્રિડમ ઑફ રિલિજન એક્ટમાં સુધારા કરવા અંગે કહ્યું કે, “આ કાયદો બંધારણે કોઈપણ ધર્મ અપનાવવા માટે આપેલી આઝાદીનું ઉલ્લંઘન કરે છે ત્યારે બંધારણે આપેલા અધિકારોના રક્ષણ માટે આ કાયદામાં સુધારો કરવો જરૂરી છે.

એસટી કાસ્ટ ધરાવતા રાજીવ ઉપાધ્યાયે અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, “હું સેક્યુલર અથવા તો નાસ્તિક તરીકે ઓળખાવવા માંગું છું અને તંત્રએ મારી આ માંગણી ફગાવી દીધી હતી, જેથી મેં હાઈકોર્ટનો સંપર્ક સાધ્યો. જો સેક્યુલર કે નાસ્તિક તરીકે મને ઓળખ ન મળી શકે તો રાષટ્રવાદી તરીકે મને ઓળખ આપવામાં આવી શકે છે. રાષ્ટ્રવાદી ધર્મ આપવામાં કોઈને વાંધો ન હોવો જોઈએ.

(5:41 pm IST)
  • ભારતના કુલદિપ સામે ફિરંગીઓ ધ્વંસ: કુલદિપ યાદવે 25 રન આપી 6 વિકેટ ઝડપી - વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં આ કોઇ પણ લેફ્ટ હેન્ડ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન access_time 11:03 pm IST

  • રાજકોટના શાપર વેરાવળમાં વધુ વરસાદને કારણે પાળ ગામની નદીમાં ઘોડાપુર:PGVCL ના અનેક થાંભલાઓ ધ્વસ્ત : મવડી ગામના લોકો નદીના ઘોડાપુરને જોવા ઉમટ્યા access_time 11:23 pm IST

  • સુરત સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન પાછળ ગોડાઉનમાં રખાયેલ EVM મશીન પાણી ડૂબ્યા:ગડાઉનમાં પાણી ઘુસ્યા access_time 10:03 pm IST