Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

સુરત-વલસાડ-તાપી-ભરૂચ-નર્મદા-નવસારી-વડોદરા-ડાંગ-આહવામાં ધોધમાર દક્ષિણ ગુજરાતમાં ઠેરઠેર આભ ફાટ્યું: સતત અનરાધાર

રાજકોટ તા. ૧ર :.. હવામાન તંત્રની આગાહી મુજબ જ દક્ષિણ ગુજરાતમાં અનરાધાર મેઘો વરસી રહ્યો છે.

વલસાડમાં સાર્વત્રિક ભારે વરસાદ

સવારે ૧૧ાા વાગ્યે મળતા હેવાલો મુજબ વલસાડના તમામ તાલુકામાં ભારે વરસાદ પડી રહ્યો છે. નદીઓ બેકાંઠે વહે છે. મધુબન ડેમમાં ધોધમાર નવા નીર, ઔરંગા, અને ભૈરવી નદી બેકાંઠે વહે છે.

વડોદરામાં નીચાણ વિસ્તારોમાં પાણી ભરાયા

વડોદરાના ચાર દરવાજા-પાદરા સહિત નિચાણ વિસ્તારોમાં ભારે વરસાદના પગલે ઘૂંટણસમા પાણી ભરાયા છે.

ડાંગ-આહવામાં સાર્વત્રિક

ડાંગ જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ  પડયો છે. સુખિર ર ઇંચ, વઘઇ ૮ ઇંચ, સાપુતારામાં પ ઇંચ ત્થા આહવામાં ૪ ઇંચ પડયો. તમામ કોઝવે ઉપર પાણી ફરી વળ્યા. માર્ગો બંધ.

તાપીઃ આખો બ્રીજ પાણી હેઠળ ગરકાવઃ અન્ય ધરાશાયી

તાપીની ઓલણ નદી બેકાંઠે વહે છે. લોલેવલ બ્રિજ આખો પાણીમાં ગરકાવ થતા ૧૦ ગામોને અસર. ઝાખરી નદીનો એપ્રોચ બ્રીજ તૂટી પડતા માલાકા પાસે વાહન વ્યવહાર ખોરવાયો.

વલસાડના તમામ તાલુકામાં જોરદાર વર્ષાઃ નદીઓ બેકાંઠેઃ એલર્ટ

વલસાડ જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદને લીધે તંત્ર હાઇ એલર્ટ ઉપર. નદીઓ બેકાંઠે વહે છ,ે ભય સપાટી ઉપર પહોંચી છે. ડેમોમાં નવા પાણી આવ્યા.

ભરૂચ જિલ્લામાં પણ ભારે વરસાદ

ભરૂચ ર ઇંચ, વાલિયામાં ૩ાા ઇંચ, હાસોટ રાા ઇંચ, ઝઘડીયા ૧ાા ઇંચ, અંકલેશ્વર રાા ઇંચ પડયો છે.

નર્મદા ડેમમાં સપાટી સતત વધી રહી છે સપાટી ૧૧૦ મીટરે

નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહેલ છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પ૬૮૬ કયુસેક ફીટ પાણીની આવક થઇ છે. હાલ નર્મદા ડેમની સપાટી ૧૧૦ મીટરે (૧૦૯.૭પ) પહોંચવા આવી છે.

નવસારીમાં સતત અનરાધાર પાણી પડે છેઃ નેશનલ હાઇવે ઉપર ર-ર ફુટ પાણી વહે છે

નવસારી જિ.માં છેલ્લા ર/૩ દિવસથી અનરાધાર ભારે વરસાદ પડે છે. અંબિકા નદી બેકાંઠે વહી રહી છે. નેશનલ હાઇવે ઉપર ગઇકાલથી ર-ર ફુટ પાણી ફરી વળતા  વાહન વહેવારને ભારે અસર. શહેરમાંથી હજારો મોટરો પસાર થઇ રહી છે. (પ-ર૯)

(4:13 pm IST)