Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

નર્મદા ડેમની સપાટી ૧૦૯.૭પ મીટરે પહોંચી, આવક ચાલુ

છેલ્લા બે મહિનામાં ૧પ ફૂટ જેટલું પાણી વધ્યુ : ૧૧૦.૬૪ મીટર ઉપર જાય પછી વીજ ઉત્પાદન કરી શકાશે

રાજકોટ, તા. ૧ર : નર્મદા યોજના આધારિત સરદાર સરોવર ડેમમાં ઉપરવાસના વરસાદ અને મધ્યપ્રદેશના ઇંદિરાસાગર ડેમમાંથી પાણી છોડાવવાના કારણે જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે બપોર સુધીમાં નર્મદા ડેમની જળસપાટી ૧૦૯.૭પ મીટરે પહોંચી છે. છેલ્લા બે મહિનામાં ડેમની સપાટીમાં ૧ર થી ૧પ ફૂટ જેટલો વધારો થયો છે. જળ સપાટી ૧૧૦.૬૪ મીટરથી વધે પછી જળ વિદ્યુત ઉત્પન્ના કરી શકાશે. હજુ આવક ચાલુ હોવાથી સપાટી વધવાના એંધાણ છે. દરવાજા બંધ કર્યા પછી ડેમની કુલ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. આટલી ઉંચાઇ સુધી ડેમ કયારેય ભરાયો નથી. (૯.ર)

 

(2:40 pm IST)