Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

વડોદરાના પાદરામાં ધોધમાર વરસાદથી ઠેકઠેકાણે પાણી ભરાયા :શાળાઓમાં રાજા જાહેર

વડોદરાના પાદરમાં સાંજથી વરસાદ શરૂ થયો છે. જેના કારણે ઠેકઠેકાણે પાણી ભરાઇ ગયા છે. ઉપરાંત રહેણાંક વિસ્તારમાં 30થી 40 ફૂટ ઊંડો ભુવો પડ્યો છે. પાદરા નગર પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી નિષ્ફળ નીવડી હોય તેવું દેખાઇ રહ્યું છે. જેના કારણે પાલિકાના કામ પર સવાલો ઉઠ્યાં છે. પાદરા શહેરની ખાનગી અને સરકારી શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

(12:57 pm IST)