News of Thursday, 12th July 2018

સુરતમાં મેઘરાજા મહેરબાન : ધોધમાર ૪ ઇંચથી જળબંબોળ

સવારે ૫ કલાકથી ૧૦ કલાક સુધીમાં તોફાની બાદ ઝરમર વરસાદઃ ઉકાઇ ડેમમાં ૩૨ હજાર કયુસેક પાણીની આવક : સપાટી ૨૮૬.૫૧ ફુટે... તંત્ર સચેત

રાજકોટ તા. ૧૨ : છેલ્લા ૬ દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા અનરાધાર હેત વરસાવી રહ્યા છે ત્યારે આજે ખૂબસુરત હિરાનગરી સુરતમાં મેઘરાજા મહેરબાન થયા છે. વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સવારે ૫ થી ૧૦ કલાક સુધીમાં ૪ ઇંચ વરસાદ પડયો છે.

સુરતના સેન્ટ્રલ વરાછા, ઉધના, કતારગામ, લીંબાયત, અઠવા સહિતના વિસ્તારો અને રાજમાર્ગો ઉપર પાણી ફરી વળતા બેટ જેવી સ્થિતિ થઇ છે.

હવામાન વિભાગની આગાહીના પગલે સુરતમાં મોડી રાત્રીથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. રાત્રી દરમિયાન બે ઈંચ વરસાદના થોડા વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં ચાર કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબકયો છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જયારે ગરનાળાઓમાં કમરસમા પાણી ભરાઈ જતા બંધ કરવાની ફરજ પડી છે.

હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરતમાં છેલ્લા બે દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. દરમિયાન મોડી રાત્રીથી સવાર સુધીમાં ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. અને સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી સવારથી બે ઈંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જયારે ગરનાળાઓમાં કમરસમા પાણી ભરાઈ જતા બંધ કરવાની ફરજ પડી છે. વરાછા વિસ્તારમાં આવેલી બરોડ બ્રિસ્ટેજમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ જતા દુકાનદારોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

ઉકાઇ ડેમના ઉપરવાસમાં ધીમીધારે વરસાદ ચાલુ છે. જેથી પાણીની આવક થોડી શરૂ થઇ છે. મંગળવારે રાતે ૮ કલાકે ઉકાઇ ડેમની સપાટી ૨૮૬.૨૮ ફુટ નોંધાઇ હતી. ૫૧૧૨ કયુસેક પાણીની આવક સામે ૬૦૦ કયુસેક જાવક ચાલુ હતી.

જીતેન્દ્ર રૂપારેલીયાનો અહેવાલ જણાવે છે સંઘ પ્રદેશની દમણ અને સેલવાસ સમગ્ર દ.ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટીંગ યથાવત જળવાય છે.

જેને પગલે સુરત-નવસારી, તાપી, અને ડાંગ જીલ્લાના કેટલાક વિસ્તારોમાંં ર થી ૪ ઇંચ જેટલો વધુ વરસાદ નોંધાયો છે. જેમાં વડોદરાના ડભોઇ તાલુકા પણ મેઘમહેરની યાદીમાં સામેલ છે.

આજે સવારે ૮ વાગ્યાથી લઇ બપોરે ૧ર વાગ્યા સુધીમાં રાજયમાં નોંધાયેલા વરસાદના મુખ્ય આંકડાને ડાંગ જીલ્લાના વધઇમાં ૯પ મી.મી., સુરત જીલ્લાના તાલુકાઓમાં સુરત સીટી ૯૩ મી.મી. ચોર્યાસી ૮૦ મી.મી.અને પલસાણા પ૧ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

જયારે તાપી જીલ્લાના તાલુકાઓમાં ડોલવણ ૯ર મી.મી. અને વ્યારા પર મી.મી.નો નવસારી જીલ્લાના તાલુકાઓમાં વાસંદા ૬૬ મી.મી. અને જલાલપોર પર મી.મી. વરસાદ નોંધાયેલ છે

ઉપરાંત પૂર્વ અને મધ્ય ગુજરાતમાં વિસ્તારના વડોદરા જીલ્લાના તાલુકાઓમાં ડભોઇ પપ મી.મી.નો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જીલ્લાના કોડિનાર તાલુકામાં ૯૦ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી છોડાતા પાણીને પગલે ઉકાઇ ડેમની જળસપાટી સતત વધીને બપોરે ૧ર કલાકે ૩૧.૭૯૩ કયુસેક નવા પાણીની આવક સાથે ર૮૬.પ૧ ફુટે પહોંચી છે જયારે કોઝવેની જળ સપાટી પણ સતત વધીને બપોરે ૧ર કલાકે ૬.૪૦ મીટરે પહોંચતા તંત્ર સતેજ બન્યું છે.

સુરતમાં ભારે વરસાદને પગલે કેટલાય નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળવાની સમસ્યા ઉથી થઇ છે તેમજ જનજીવનને પણ ખાસ્સી અસર થવા પામી છે. આ લખાઇ રહ્યું છે ત્યારે એટલે કે બપોરે ૧-૩૦ કલાકે દ.ગુજરાતના કેટલાક વિસ્તારમાં સુર્યદેવની ગેરહાજરી વચ્ચે ઝરમર વરસાદ ચાલુ છ.(૨૧.૨૬)

(3:04 pm IST)
  • અમરેલી-ધારીના ખાડીયા વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોકથી 2 બળદના મોત: વાડીએથી બળદગાડું લઈને આવતા ખેડૂતનો આબાદ બચાવ :બન્ને બળદના મોત થતા પી.જી.વી.સી.એલ.તંત્ર થયું દોડતું access_time 10:02 pm IST

  • જુનાગઢમાં ઘણા લાંબા સમય રાહ જોવડાયા બાદ ભારે વરસાદનુ આગમન : શહેરમાં લાઇટ જવાના પ્રશ્નોને પગલે પી.જી.વી.સી.એલના કમૅચારીઓ ભારે વરસાદ વચ્ચે કાર્યરત : ચાલુ વરસાદે પી. જી. વી. સી.એલના કર્મચારીઓ જીવ જોખમમાં મુકી કામ કરતા નજરે પડે છે.'અકિલા 'ના વાચક વાઢીયા મિતલકુમારએ મોકલેલ જુઓ વિડીયો access_time 11:20 pm IST

  • સુપ્રિમ કોર્ટની દિલ્હીના LGને ફટકાર...કહ્યું તમે ખુદને સુપરમેન ગણો છો? access_time 3:57 pm IST