Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

દક્ષિણ ગુજરાતમાં મેધ મહેર યથાવત છેલ્લા ર૪ કલાકમાં

બારડોલી ૯, ચીખલી-ધરમપુર-૮, અને નવસારીમાં ૭ ઇંચ

ગુજરાતના ર૧પ તાલુકામાં વરસાદઃ મહારાષ્ટ્રના હથનુર ડેમના ર૪ દરવાજા ખુલ્યા...ઉકાઇની જળ સપાટી વધીઃ સતત ચોથા દિવસે ટ્રેન વ્યવહાર ખોરવાયો

વાપી તા. ૧ર :.. જેઠ માસના અંતિમ દિવસોમાં અને હવામાન ખાતાની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ર૪ કલાકમાં રાજયના ર૯ જીલ્લાના ૧૬ર તાલુકાઓમાં ઝરમર થી ૯ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે.

મુંબઇમાં મેધરાજાની તોફાની બેટીંગને પગલે ફરી વળેલ પાણીને લીધે રેલ્વે વ્યવહારને થયેલ અસર આજે ચોથા દિવસે પણ જોવા મળી રહી છે. અપ તેમજ ડાઉન લાઇનની અનેક ટ્રેનો કલાકો લેઇટ ચાલી રહી છે. જેને પગલે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

આજે જેઠ વદ ચૌદશના સવાર સુધીમાં આ સિઝનમાં રાજયનો કુલ સરેરાશ ર૩ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. અને આજે પણ રાજયના પાંચ તાલુકા એવા છે જયાં આ સિઝનના વરસાદનો એક પણ છાંટો નથી પડયો.

ત્યાંના પ્રજાજનો વરસાદને વિનવી રહ્યા છે. તો દ. ગુજરાતના કેટલાક વિસ્તારમાં મેધરાજાએ રૌદ્ર સ્વરૂપનો પરચો આપતા અહીંના પ્રજાજનો મેધરાજાને હાલમાં ખમૈયા કરવા વિનવણી કરી રહ્યા છે.

દ. ગુજરાતમાં ખાસ કરીને વલસાડ, નવસારી, અને ડાંગ જીલ્લામાં મેધરાજાની અતિ મહેર જોવા મળી છે. એમાં પણ ઉમરગામ પંથકને તો મેધરાજાએ જાણે તરબોળ કરી દીધું, તો બીજી બાજૂ પ્રકૃતિને ખોળે વસેલ ડાંગ પંથકના ભારે વરસાદને પગલે ઝરણાઓ અને ધોધ વહેવા લાગતા સહેલાણીઓ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યને મનભરીને માણી રહ્યા છે.

ડાંગ, નવસારી અને વલસાડ પંથકની લોકમાતાઓ બે કાંઠે વહેવા લાગી છે. આ વિસ્તારના જળાશયોની જળસપાટીઓમાં પણ ખાસ્સો વધારો નોંધાયો છે.

અંબિકા, કાવેરી ખળખળ વહેવા લાગી છે.

જયારે ગુજરાતના છેવાડાના દમણ ગંગા નદીના મધુબન બંધની જળ સપાટીમાં પણ વધારો નોંધાયો છે. ડેમમાં ભારે પાણીની આવકને પગલે ડેમના પાંચ દરવાજા ર.ર૦ મીટર ખોલવાની તંત્રને ફરજ પડી છે.

આજે સવારે ૯ કલાકે મધુવન ડેમની જળ સપાટી વધીને ૭૧.૮પ મીટરે પહોંચી છે. ડેમમાં ૧૧,પ૧૩ કયુસેક પાણીના ઇનફલો સામે ૪૦,૦૯૯ કયુસેક પાણી છોડાઇ રહ્યું છે. જેને પગલે કાંઠા વિસ્તારમાં સતર્ક રહેવા આદેશ અપાયો છે.

બીજી બાજુ મહારાષ્ટ્રમાં પડેલ ભારે વરસાદ અને ઉપવાસના નવા પાણીના નીરની અસર ઉકાઇ ડેમને થઇ રહી છે. મહારાષ્ટ્રમાં  પડેલ ભારે વરસાદને પગલે હથનુર ડેમના ર૪ દરવાજા ૧ મીટર ખોલી આશરે ૪પ,૦૦૦ કયુસેક પાણી છોડાઇ રહ્યું છે. અને આ પાણી આજ સાંજ સુધીમાં ઉકાઇ ડેમમાં સારનખેડા, સુરવાડે ડેમ તેમજ પ્રકાશા ડેમ થઇને ઠલવાશે.

આજે સવારે ૮ કલાકે ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ર૮૬.૩૪ ફુટે પહોંચી છે. અને સવાર સુધીના આંકડા અનુસાર ડેમમાં પ૧૧ર કયુસેક પાણી ઇનફલો થઇ રહ્યું છે. તો અહીંના કોઝવેની જળસપાટી પણ વધીને ૬.૩૩ મીટરે પહોંચી છે.

જો કે આ વર્ષે ઉકાઇ ડેમનું ખૂબજ નીચું લેવલ હોવાથી હથનુર ડેમમાંથી પાણી છોડશે.  એનો હાલમાં તો ફાયદો થશે એમ જણાઇ રહયું છે. હજુ પણ હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ૪ દિવસ હળવાથી ભારે વરસાદની સંભાવના છે.

જેમાં દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યકત કરાઇ છે. ગઇકાલના નવસારી પંથકના ભારે વરસાદને પગલે સ્થળાંતર કરાયેલ આશરે ૭૦૦ થી વધુ વ્યકિતઓની હાલત આજે પણ કફોડી છે. બારડોલીની ખાડીમાં તણાયેલ બે યુવાનો પૈકી એકને બચાવી લેવાયેલ છે. તંત્રના અથાગ પ્રયત્નો કુદરતના કહેર સામે વામણાં  જણાય છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડામાં સૌ પ્રથમ દ.ગુજરાત પંથકમાં ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં આમોદ ૩૩ મી.મી. અંકલેશ્વર ૪૮ મી.મી. ભરૂચ ૪૭ મી.મી., હાંસોટ ૬૩ મી.મી., જંબુસર રપ મી.મી., ઝધડીયા ૪૦ મી.મી., નેત્રંગ ૧૭ મી.મી., વાધરા ૬૩ મી.મી. અને વાલીયા ૮૯ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

નર્મદા જીલ્લાના તાલુકાઓમાં ડેડીયાપાડા ૪ર મી.મી., સાંગબારા ૧૩ મી.મી. તો તાપી જીલ્લાના તાલુકાઓમાં સોનગઢ પપ મી.મી. ઉચ્છલ ૩૭ મી.મી. વાલોળ ૧ર૬ મી.મી. વ્યાપરા ૧પ૩ મી.મી. અને કોલવણ ૧૪૬ મી.મી. ભારે વરસાદ નોંધાયેલ છે.

જયારે સુરત જીલ્લાના તાલુકાઓમાં બારડોલી ર૧પ મી.મી. ચોર્યાસી ૭ર મી.મી. મહુવા ૧૦ર મી.મી. માંડવી ૯ર મી.મી. માંગરોળ ૭૦ મી.મી. ઓલપાડ ૬૪ મી.મી. પલસાણા ૮૧ મી.મી. સુરત સીટી પ૦ મી.મી. અને ઉમરપાડા ૩પ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

નવસારી જીલ્લાના તાલુકાઓમાં ચીખલી ર૦૭ મી.મી. ગણદેવી ૧રપ મી.મી. જલાલપોર ૧૬૪ મી.મી ખરેગામ ૧૮૩ મી.મી. નવસારી ૧૭પ મી.મી. અને વાંસદા ૧૩૩ મી.મી. તો ડાંગ જીલ્લાના તાલુકાઓમાં આહવા ૯પ મી.મી. સુબાર ૪૩ મી.મી. અને વધઇ ર૦૩ મી.મી. ભારે વરસાદ નોંધાયેલ છે.

ઉપરાંત વલસાડ જીલ્લામાં ધરમપુર ર૦પ મી.મી. કપરાડા ૮૭ મી.મી. પારડી ૭૬ મી.મી. વલસાડ ૧૧પ મી.મી. અને વાપી ૩૩ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

પુર્વ અને મધ્ય ગુજરાત વિસ્તાર અહી અમદાવાદ જીલ્લાના તાલુકાઓમાં બાળવા ૧૦ મી.મી. ધંધુકા ર૦ મી.મી. ઢોલેરા ૧પ મી.મી. અને ધોળકા ૪૩ મી.મી. તો વડોદરા જીલ્લાના તાલુકાઓમાં ડભોઇ ર૯ મી.મી. કરજણ ૪૯ મી.મી. પાદરા ૩ર મી.મી. સાવલી ૧૭ મી.મી. વાધોડીયા ર૩ મી.મી. અને વડોદરા ૬ર મી.મી. વરસાદ નોંધાયેલ છે.

જયારે ખેડા જીલ્લાના તાલુકાઓમાં ગલતેશ્વર ૧પ મી.મી. કઠલાલ પર મી.મી. ખેડા ૬૦ મી.મી. મહેમદાબાદ ૯૦ મી.મી. માતર ૮૦ મી.મી. નડીયાદ ૬ર મી.મી. અને વાસો ૧પ૯ મી.મી. ભારે વરસાદ નોંધાયેલ છે.

આણંદ જીલ્લાના તાલુકાઓમાં આણંદ ૮પ મી.મી. આંકલાવ ૧૧૮ મી.મી. બોરસદ ૧૯૮ મી.મી. ખંતાત ૬૪ મી.મી. પેટલાદ ૧૩ર મી.મી. સોજીત્રા ૧૪૬ મી.મી. અને તારાપુર ૧પ૧ મી.મી. તો દાહોદ જીલ્લાના તાલુકાઓમાં ફતેપુરા ર૪ મી.મી. અને ધાનપુર ૧૦ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

છોટા ઉદેપર જીલ્લાના તાલુકાઓમાં બાડૈલી પા મી.મી. છોટા ઉદેપુર ૯૩ મી.મી. જેતપુર પાવી પપ મી.મી. નસવાડી ર૪ મી.મી. કવાટ ૩૯ મી.મી. અને સંખેડા ૧૦૦ મી.મી. તો પંચમહાલ જીલ્લાના તાલુકાઓમાં કાલોલ અને ાજાંબુધોડા ૩૭-૩૭ મી.મી. અને સહેરા ૧૩ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

જયારે કચ્છમાં આજે પણ વરસાદ નીલ છે. આ લખાઇ રહયું છે ત્યારે સવારે ૧૦ કલાકે દ.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ ચાલુ છે. તો કેટલાક વિસ્તારોમાં ધટાટોપ વાદળો વચ્ચ્ે મેધરાજાનો આડંબર ચરમસીમાએ જણાય છે.

 

(2:39 pm IST)
  • સુરત કતારગામ વિસ્તારની ઘટના : સ્કૂલ વેનની સીએનજી ગાડીના પાઇપમાં આગ લાગતા 10 વિદ્યાર્થીનીઓ પગના ભાગે ગંભીર રીતે દાઝી :વિદ્યાર્થીનીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ access_time 10:03 pm IST

  • રાજકોટના લોધીકામાં ભારે વરસાદથી પાણીમાં એક બાળક સહિત ત્રણ લોકો તણાયા :ખેતરમાં વરસાદી પાણીનું ઘોડાપુર આવતા ત્રણ લોકો તણાયા :ચાર વર્ષના બાળકનું મોત :અન્ય બે લોકોનો આબાદ બચાવ access_time 12:17 am IST

  • FIFA વર્લ્ડકપ ફાઇનલમાં પહોંચતું ક્રોએશિયા : ઇંગ્લેન્ડને 2-1 થી પરાસ્ત કર્યું : એક્સ્ટ્રા ટાઈમમાં વધુ 1 ગોલ કરીને ક્રોએશિયાએ જબબર જીત મેળવી : ઇંગ્લેન્ડના કરોડો ફૂટબોલ રસિકોમાં છવાયો માતમ : ક્રોએશિયાનાં ફેન્સમાં છવાયો દિવાળી જેવો આનંદનો માહોલ : ફ્રાન્સ સામે ફાઇનલ મેચમાં ટકરાશે ક્રોએશિયા access_time 2:19 am IST