Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

બુલેટ ટ્રેન સામે વિરોધ ઠંડો પાડવા પ્રયાસઃ ગુજરાત ખેડૂતોને ૨૫% વધુ રૂપિયા આપશે

વિરોધ શાંત કરવા સરકારનો દાવ

બુલેટ ટ્રેન સામે વિરોધ ઠંડો પાડવા પ્રયાસઃ ગુજરાત ખેડૂતોને ૨૫% વધુ રૂપિયા આપશે

નવી દિલ્હી તા. ૧૨ : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે જમીન સંપાદનનું કાર્ય પૂરૃં કરવા ગુજરાત સરકાર પાસે નવેમ્બર ૨૦૧૮ સુધીનો સમય છે. ત્યારે બુલેટ ટ્રેનનો વિરોધ કરી રહેલા ખેડૂતોને શાંત પાડવા માટે સરકારે ૨૫ ટકા વધુ વળતર આપવાનો નિર્ણય કર્યો છે. મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કહ્યું કે, 'આ પ્રોજેકટ માટે જમીન સંપાદનનું કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. કુલ ૫૦૮ કિલોમીટરનો પ્રોજેકટ ગુજરાતના ૮ જિલ્લાઓમાંથી પસાર થશે. ૧૯૬ ગામડાંઓમાંથી કુલ ૬૭૬ હેકટર જમીનનું સંપાદન થશે.'

મહેસૂલ મંત્રીએ વધુમાં કહ્યું કે, 'નિયમો પ્રમાણે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને બજાર કિંમતના ૪ ગણા ભાવ અને શહેરી વિસ્તારના ખેડૂતોને બજાર કિંમતના બે ગણા વધારે ભાવ મળશે. સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે કે જો ખેડૂતો આ ઓર્ડરને કોર્ટમાં નહીં પડકારે તો સરકાર તેમને તેમની જમીનની કિંમત કરતા ૨૫ ટકા વધારે રૂપિયા આપશે.' ૧૯૬ ગામડાઓના ખેડૂતોમાંથી નવસારી જિલ્લાના ૨૧ ગામના ખેડૂતો જમીન સંપાદનનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેમને જમીનનો યોગ્ય ભાવ નથી મળી રહ્યો.

ગુજરાતથી રાજયસભાના સાંસદ અને કોંગ્રેસ નેતા અહમદ પટેલે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પત્ર લખીને બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે ચાલી રહેલી રહેલી જમીન સંપાદનની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. અહમદ પટેલે આરોપ લગાવ્યો હતો કે, આ કામગીરીમાં જમીન સંપાદન એકટ, ૨૦૧૩નો ભંગ થઈ રહ્યો છે. મહત્વનું છે કે, કોંગ્રસની UPA સરકાર દ્વારા આ એકટ બનાવાયો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્તરે મહત્વના આ પ્રોજેકટનું પ્રગતિ (પ્રો-એકિટવ ગર્વનન્સ એન્ડ ટાઈમલી ઈમ્પિલિમેન્ટેશન) પ્રોગ્રામ હેઠળ દર મહિને નિરીક્ષણ કરે છે. છેલ્લા બે મહિનાના નિરીક્ષણને અંતે તેમણે જમીન સંપાદનનું કાર્ય ધીમીગતિએ ચાલતું હોવાથી ચિંતા વ્યકત કરી હતી. પ્રધાનમંત્રીએ પોતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મુખ્ય સચિવ જે.એન. સિંહને જમીન સંપાદનની કામગીરી નવેમ્બર ૨૦૧૮ સુધીમાં પૂરી થઈ જાય તે જોવાની સૂચના આપી છે.

(11:30 am IST)
  • રાત્રે 9 વાગ્યે : રાજકોટની આજી નદી બે કાંઠે :રામનાથ મહાદેવ મંદિરમાં પાણી ફરી વળ્યાં :ન્યારી-1 ડેમ મધ્યરાત્રિ સુધીમાં અડધો ભરાઈ જાય તેવી જોરદાર પાણીની આવક ચાલુ access_time 9:23 pm IST

  • જુનાગઢમાં ઘણા લાંબા સમય રાહ જોવડાયા બાદ ભારે વરસાદનુ આગમન : શહેરમાં લાઇટ જવાના પ્રશ્નોને પગલે પી.જી.વી.સી.એલના કમૅચારીઓ ભારે વરસાદ વચ્ચે કાર્યરત : ચાલુ વરસાદે પી. જી. વી. સી.એલના કર્મચારીઓ જીવ જોખમમાં મુકી કામ કરતા નજરે પડે છે.'અકિલા 'ના વાચક વાઢીયા મિતલકુમારએ મોકલેલ જુઓ વિડીયો access_time 11:20 pm IST

  • દ્વારકાના સમુદ્રમાં શંકાસ્પદ જહાજ નજરે પડ્યુ : ભડકેશ્વર મંદિરથી ૪ માઈલ દૂર સમુદ્રમાં શંકાસ્પદ જહાજ દેખાયાની સ્થાનિકોમાં ચર્ચા : તંત્ર અને સુરક્ષા એજન્સીઓ અજાણ : ટીવી અહેવાલ access_time 6:35 pm IST