News of Thursday, 12th July 2018

પેટ્રોલ તથા ડીઝલથી ચાલતા વાહનોથી ફેલાતું પ્રદુષણ અટકાવો: CNG વાહનો ઉપર સબસીડી આપો: ગુજરાત હાઇકોર્ટમાં પર્યાવરણ મિત્ર NGO ની અપીલ

અમદાવાદ:  પેટ્રોલ તથા ડીઝલથી ચાલતા વાહનોને કારણે ફેલાતા પ્રદુષણને અટકાવવા CNG વાહનો ઉપર સબસીડી આપવાની માંગણી કરતી અપીલ ગુજરાત હાઇકોર્ટમાં થઇ છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટે સ્ટેટ ટ્રાન્સપોર્ટ કમિશનર અે ગુજરાત પોલ્યુશન બોર્ડને નોટિસ મોકલીને સબસિડી આપવી જઈએ કે નહીં તે અંગે જવાબ માગ્યોછે.

પર્યાવરણ મિત્ર નામની NGOએ વકીલ એન.એમ. કાપડિયા વડે આ અપીલ કરી હતી. તેમણે ગુજરાતમાં નવાં સીએનજી અને ઈલેક્ટ્રિક વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપી શકાય તે માટે સબસિડી આપવા માટે દખલગીરી કરવા હાઈકોર્ટને કહ્યું હતું. અરજીમાં કહેવામાં આવ્યું કે જૂનાં ડીઝલ અને પેટ્રોલ વાહનોનો નિકાલ કર્યા બાદ નવું સીએનજી વાહન ખરીદતા હોય તેવા ગ્રાહકોને સબસિડી આપવી જોઈએ.

ઉપરાંત આ અપીલમાં 15 વર્ષ જૂનાં પેટ્રોલ વાહનો અને 10 વર્ષ જૂનાં ડીઝલ વાહનોને કાઢવા માટે ઑથોરિટીને દિશા સૂચવવા વિનંતી કરવામાં આવી. નોંધનીય છે કે ટ્રાન્સપોર્ટ કમિશનરે લિગલ નોટિસનો જવાબ આપ્યો કે 15 વર્ષ જૂનાં વાહનો પર પ્રતિબંધ લગાવવા માટે સરકાર વિચારણા કરી રહી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે જે ગ્રાહકો જૂના વાહનનો નિકાલ કરીને સીએનજી વાહન ખરીદવાનું નક્કી કરે તેમને જીએસટી અને આરટીઓ ટેક્સમાં રાહત આપવામાં આવે. ઉપરાંત રાજ્યભરમાં વધુ સીએનજી પમ્પ સ્થાપવા માટે પ્રયત્નો કરવામાં આવે.

 

(11:03 am IST)
  • ડાંગમાં ભારે વરસાદથી અંબિકા નદીમાં પાણી આવતા ગીરા ધોધનો અદભુત વૈભવ છલક્યો: ડાંગમાં વરસાદને લઈને અંબિકા નદીમાં પાણી આવતા ગીરાધોધ પર ફરી અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સાપુતારામાં 114 મિમી, વઘઈમાં 203 મિમી વરસાદ વરસ્યો છે. જ્યારે આહવામાં 95 મિમી અને સુબીરમાં 43 મિમી વરસાદ વરસ્યો છે. access_time 1:08 pm IST

  • સુરેન્દ્રનગર:પાટડીના ધામા ગામે અજાણ્યા શખ્સ દ્વારા છરી મારી સગીરાની હત્યા: હત્યા કરી અજાણ્યો શખ્સ ફરાર.: ઘટનાની જાણ થતા પીલોસ દોડી : હત્યારાને શોધવા અને હત્યાના કારણ અંગે તપાસ શરૂ access_time 8:01 pm IST

  • જેતપુર શહેર તાલુકામાં જોરદાર વરસાદ : દેવકી ગાલોલ શીટના ગામોમાં 9 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો : સર્વત્ર પાણી પાણી access_time 8:53 pm IST