Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

વડનગરના ખેરાલુ રોડ પર રીક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત :ત્રણ ગંભીર

 

મહેસાણા :વડનગર ખેરાલુ રોડ ઉપર તોરણીયા વલ્લા પાસે એક રીક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા બે લોકોના મોત નિપજ્યા છે જયારે ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી છે એક વ્યકિતનું સ્થળ ઉપર મોત થયુ હતુ. જયારે અન્ય એક વ્યકિતનું સારવાર દરમિયાન મોત થયુ હતુ.

  અંગેની મળતી વિગત મુજબ વડનગર અરજણ બારી વિસ્તારમાં રહેતાં ઠાકોર પરિવારના પાંચ જેટલા વ્યકિતઓ રીક્ષા મારફતે શેખપુર ગામે જઈ રહ્યા હતા.ત્યારે તોરણીયા વલ્લા પાસે ડમ્પર સાથે રીક્ષા ધડાકાભેર ટકરાઈ હતી. અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઠાકોર રણજીતજી જયંતિજીનું ઘટના સ્થળેજ મોત નિપજ્યુ હતુ. જયારે અન્ય એક વ્યકિતનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. જયારે અન્ય ત્રણ જણની હાલત ગંભીર હોવાથી મહેસાણા ખાતે ખસેડયા હતા અને વધુ ગંભીર જણાતાં ત્યાંથી અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વડનગર પોલીસને અકસ્માતની જાણ થતાં તુરતજ ઘટના સ્થળે પહોંચી જઈ અકસ્માતની વધુ તપાસ હાથ ધરી હતી.

  વડનગર ખાતે આવેલ અરજણબારી વિસ્તારમાં રહેતા મેરાજી ઠાકોર પોતાના પરિવાર સાથે શેખપુર ગામે રહેતી બહેનના ત્યાં ખબર કાઢવા જઈ રહ્યા હતા. ત્યારે યમદુત બનીને આવેલા ડમ્પરે રીક્ષાને ટક્કર મારતાં રણજીતજી જયંતિજી ઠાકોરનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. જયારે અન્ય એક વ્યકિતનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. જયારે અન્ય ગંભીર રીતે ઘવાયેલા મસરૃમબેન મેરાજી તથા હાર્દિકજી મેરાજી તથા મેરાજી ગીધાજીને મહેસાણા ખાતે સારવાર અર્થે ખસેડયા હતા. જેમાં વધુ ગંભીર ઈજાઓ હોવાથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

(11:13 pm IST)