Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

ભરૂચના શુક્લતીર્થ ગામે તળાવ ફાટ્યું :ગંદુ પાણી રહેણાંક વિસ્તારમાં ઘુસ્યા :રોગચાળાની ભીતિ:તંત્રની લાપરવાહી સામે ગ્રામજનોમાં રોષ

10 વીઘામાં પથરાયેલું લુંહારિંયૂ ગામ તળાવફાટતા આસપાસના વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા

 

ભરૂચના શુકલતિર્થ ગામે તળાવ ફાટતા લોકોને મુશ્કેલી વધી છે 10 વિધામાં પથરાયેલ ગામ તળાવના ગંદા પાણી રહેણાંક વિસ્તારમાં ઘુસતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે ભર ચોમાસે ફાટતા ગામમાં તળાવના પાણી ફરી વળતા રોગચાળાની દહેશતે ગ્રામજનોની ઊંઘ હરામ બની છે.

  ગ્રામજનોના કહેવા મુજબ તંત્રની ઉદાસીનતાના પગલે તળાવમાં ગટરના ગંદા દૂષિત પાણીથી ભરાયેલા હોઈ છતાં પણ કોઈ કાર્યવાહી કરાતા ચોમાસાની શરૂઆતમાં લુંહારિંયૂ ગામ તળાવ ફાટતા તળાવની આસપાસના રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જવા પામ્યા હતા. એક તરફ વરસાદ અને બીજી તરફ અતિ દુરગંધ મારતા તળાવના પાણીના પગલે ગ્રામજનોની હાલત કફોડી બની છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચના રતન તળાવ જેવો પ્રશ્ન પણ ઉકેલવામાં તંત્રની ઉદાસીનતા સામે આવતાહાલ તો ચોમાસામાં નરકાગાર જેવી સ્થિતી સર્જાતા ગ્રામજનોમાં રોષ ફેલાવા પામવા સાથે રોગચાળો ફાટવાની દહેશત ફેલાવા પામી છે

(11:46 pm IST)