News of Thursday, 12th July 2018

તાપી જિલ્લામાં અવિરત અનરાધાર વરસાદથી આઠ ગામો સંપર્ક વિહોણા

 

તાપી જીલ્લાના અવિરત અનરાધાર વરસેલા વરસાદથી આઠ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ચિબરડી, વડપાડા, વાલોથા તેમજ રાનીઅંબા, ઢોંગીઆંબા, લખાલી, ઝાંખરી અને મીરપુર સહિત 8 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા હતા.

   ગામના લોકોએ તાલુકા મથકે જવું હોય તો મોટો ચકરાવો મારીને જવુ પડે એવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. સાથે  વિદ્યાર્થીઓએ  પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જવાબદાર તંત્રના કોઈ અધિકારીઓ ફરકતા સ્થાનિક લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો .

(12:46 am IST)
  • જુનાગઢમાં ઘણા લાંબા સમય રાહ જોવડાયા બાદ ભારે વરસાદનુ આગમન : શહેરમાં લાઇટ જવાના પ્રશ્નોને પગલે પી.જી.વી.સી.એલના કમૅચારીઓ ભારે વરસાદ વચ્ચે કાર્યરત : ચાલુ વરસાદે પી. જી. વી. સી.એલના કર્મચારીઓ જીવ જોખમમાં મુકી કામ કરતા નજરે પડે છે.'અકિલા 'ના વાચક વાઢીયા મિતલકુમારએ મોકલેલ જુઓ વિડીયો access_time 11:20 pm IST

  • ૨૦મીએ નરેન્દ્રભાઇ જુનાગઢમાં જાહેરસભા સંબોધશે : કૃષિ યુનિવર્સિટીમાં સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજ સ્થિત નવા બિલ્ડીંગનું લોકાર્પણ : કોર્પોરેશનના ૩૯ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત - લોકાર્પણ access_time 12:30 pm IST

  • ભરૂચ-સુરત નવસારી જળબંબોળ :ગીર-સોમનાથ પંથકમાં 9 ઇંચ ખાબક્યો access_time 9:22 pm IST