Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

ઇચ્‍છાશક્તિ હોય તો અશક્ય વાતને પણ શક્ય બનાવી શકાય તે અમદાવાદના સરકારી શાળાના ૭ વિદ્યાર્થીઓએ કરી બતાવ્યું: ટીમ ઇન્ડિયાની ફુટબોલ ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યુ

અમદાવાદઃ અમદાવાદના થલતેજ ખાતે આવેલી સરકારી શાળાના 6 વિદ્યાર્થીનીઓ અને 1 વિદ્યાર્થીએ સ્વીડન ખાતે રમાનારી ઇન્ટરનેશનલ ફૂટબોલ સ્પર્ધામા રમવા માટે ટીમ ઈન્ડિયાની ફૂટબોલ ટીમ સ્થાન મેળવીને ચમત્કાર સર્જી દીધું છે. શાળાના પ્રાંગણમાં રમતા આ 7 બાળકો થલતેજની પ્રાથમિક શાળાને ગૌરવ અપાવનારા રમતવીરો છે. શાળાના અભ્યાસ સાથે આ બાળકો દરરોજ કલાકો સુધી ફુટબોલની પ્રેક્ટિસમાં પોતાનો પરસેવો વહાવીને સંઘર્ષ કરીને આ મંઝિલ સુધી પહોંચ્યા છે.

ફૂટબોલ ટીમ

હાલના સમયમાં માતા-પિતા દ્રારા પોતાના બાળકોને સારા અભ્યાસ માટે સરકારી શાળાના બદલે ખાનગી શાળાની પસંદગીને પ્રાથમિકતા આપવામા આવે છે. જોકે, થલતેજની શાળાના આ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીએ અલગ પરચમ લહેરાવી દીધો છે અને સાબિત કરી દીધું છે કે, લક્ષ્ય નક્કી હોય અને મહેનત કરવાની ધગશ હોય તો, સરકારી શાળામાં અભ્યાસ કરીને ઇન્ટરનેશનલ લેવલ પર પહોચી શકાય છે. 

(5:52 pm IST)