Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

સૌરાષ્ટ્ર પ્રવાસન-યાત્રાધામની સર્વિસને રદ કરવા નિર્ણય થયો

યાત્રીઓની સલામતિને ધ્યાનમાં લઇને નિર્ણય : ૧૪મી સુધી યાત્રાધામો માટે સર્વિસ રદ : રિફંડ અપાશે

અમદાવાદ, તા. ૧૨ : ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વ્યવહાર નિગમ દ્વારા વાયુ વાવાઝોડાની સંભવિત વ્યાપક અને વિનાશક અસરને ટાળવા માટે અગમચેતીના ભાગરુપે સૌરાષ્ટ્રના પ્રવાસન ધામો અને યાત્રાધામો તરફ જતી એક્સપ્રેસ અને પ્રિમિયમ બસની સેવા ૧૪મી જૂન સુધી મોકૂફ કરી દીધી છે. આ સેવા રદ કરવા અંગેની જાહેરાત કરવામાં આવી ચુકી છે. મુસાફરોના જાનમાલ અને સુરક્ષાને ધ્યાનમાં લઇને નિગમ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. રિઝર્વેશન કરાવી ચુકેલા મુસાફરોને તેમના નોંધવામાં આવેલા મોબાઇલ નંબર ઉપર બસ રદ તેવા એસએમએસ મોકલી દેવામાં આવ્યા છે. રિઝર્વેશનની રકમનો ફરી રિફંડ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા વાવાઝોડા અંગે આજે બેઠક યોજવામાં આવી હતી. કલેક્ટર ઓફિસ સાથે યોજાયેલી બેઠકમાં તમામ પાસાઓ ઉપર ચર્ચ થઇ હતી. ગીર સોમનાથ જિલ્લામાં ત્રાટકનાર વાયુ વાવાઝોડા અને તેની અસર સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી. વેરાવળ બંદર ઉપર બે નંબરનું સિગ્નલ મુકવામાં આવ્યું છે. સુત્રપાડા, કોડિનારમાં પણ સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.

(7:30 pm IST)