Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વાયુ વાવાઝોડાની દિશા બદલાઈ:હવે પોરબંદર અને દિવ વચ્ચે ટકરાશે

તીવ્રતામાં કોઈ ઘટાડો નહીં : 155-160 કિમી પ્રતિ કલાકની સ્પીડે પવન ફુંકાશે

અમદાવાદ : હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે હાલમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા કહ્યું કે, પહેલા આ વાવાઝોડુ વેરાવળ અને દીવ વચ્ચે ટકરાવાનું હતું, પણ હવે વાયુએ પોતાની દિશા બદલી છે, અને હવે આ વાવાઝોડું પોરબંદર અને દિવ વચ્ચે ટકરાશે. વેરાવળની પશ્વિમ ભાગે વાવાઝોડું હીટ થશે. પરંતુ વાવાઝોડીની તીવ્રતામાં કોઈ ઘટાડો આવ્યો નથી. 155-160 કિમી પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાશે. તો પવનની ગતિ 170 કિલોમીટરની સ્પીડ પર પણ જઈ શકે છે.

(6:12 pm IST)