Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

કપડવંજના અંત્રોલી ગામે અગમ્ય કારણોસર દંપતીને માર મારનાર ચાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

કપડવંજ: તાલુકાના આંત્રોલી ગામની સીમમાં રહેતાં પ્રતાપભાઈ છગનભાઈ પરમાર ગત શનિવારના રોજ ગામમાં આવેલ દૂધની ડેરીમાં દૂધ ભરવા જઈ રહ્યાં હતાં. તે વખતે ગામમાં જ રહેતાં જયંતિભાઈ ભીખાભાઈ પરમારે પોતાનું બાઈક પુરઝડપે હંકારી લાવી રોડ પર જઈ રહેલ પ્રતાપભાઈની નજીકથી બાઈક કાઢતાં તેઓ પડી ગયાં હતાં. 

જેથી આ બાબતને લઈ પ્રતાપભાઈના ભાઈ દિપકભાઈ છગનભાઈ પરમાર અને ભાભી અમૃતાબેન ઠપકો આપવા માટે જયંતિભાઈના ઘરે ગયાં હતાં. જ્યાં ઉશ્કેરાઈ ગયેલા જયંતિભાઈ ભીખાભાઈ પરમાર, ગોપાલભાઈ કાળાભાઈ પરમાર, કીરીટભાઈ રણછોડભાઈ પરમાર અને બોડાભાઈ રણછોડભાઈ પરમારે ભેગા મળી ઠપકો આપવા ગયેલ દિપકભાઈ એને તેમની પત્નિ અમૃતાબેન પર હુમલો કરી મારમારી ઈજા પહોંચાડી હતી. 

(5:36 pm IST)
  • જામનગરમાં ગાજવીજ સાથે વરસાદ : આજે આખો દિવસ મિશ્ર વાતાવરણ રહ્યા બાદ બપોરે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. અને૨૦થી રપ મીનીટ વરસાદ વરસયો હતો. વાદળછાંયા વાતાવરણ સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. access_time 4:06 pm IST

  • વાયુ વાવાઝોડું અપડેટ : મોડી સાંજે પોરબંદરના ચોપાટી પર દરિયામાં આવ્યો જોરદાર કરંટ : જબરા મોજા ઉછળી રહ્યા છે : દરિયાનું પાણી આવી ગયું રસ્તાઓ પર : તંત્રે લોકોને ચોપાટીથી દૂર રહેવા અને તકેદારી રાખવા વિનંતી કરી છે. (સંદીપ બગથરીયા દ્વારા) access_time 10:33 pm IST

  • ગોંડલમાં ભારે પવનને કારણે બિલ્ડિંગની પાળાપેટ ધરાશાયી : સાવલીયા હોસ્પિટલવાળી શેરીની ઘટના.: વિજયરાજ સુપર માર્કેટવાળી શેરીમાં ભારે પવનને કારણે બિલ્ડીંગની પાળાપેટ ધરાશાયી : બિલ્ડીંગ નીચે પાર્ક કરેલા 6 થી 7 જેટલા બાઈકોને નુકસાન: કોઈ જાનહાની નહીં. access_time 5:19 pm IST