Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

SGVP ગુરુકુલ સ્પોર્ટસ એકેડેમી દ્વારા રમાયેલ ગુરુકુલ પ્રિમીયર લીગ -૯ ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં : વડોદરાની પિરામીટાર ક્રિકેટ ઇલેવન પ્રથમ વિજેતા ૨,૫૧,૦૦૦/- રોકડ પુરસ્કાર : અમદાવાદની સાંયબાબા ટીમ રનર્સ વિજેતા ૧,૫૧,૦૦૦/- રોકડ પુરસ્કાર

અમદાવાદ તા.  શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ અને એસજીવીપી સૂર્યા સ્પોર્ટસ એકેડેમી દ્વારા યોજાયેય GPL-9 ટેનિસ બોલમાં ગુજરાતની ૧૨૮ ઉપરાંત ક્રિકેટ ટિમોએ ભાગ લીધો હતો.

         જેમાં વડોદરાની પિરામીટાર ક્રિકેટ ઇલેવન ટીમે અમદાવાદની સાંયબાબા ક્રિકેટ ઇલેવન ટીમને ચાર વિકેટે હરાવતા, પિરામીટાર ક્રિકેટ ઇલેવન ટીમ પ્રથમ વિજેતા જાહેર થયેલ છે,

         વિજેતા ટીમને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, .કે.જાડેજા, (અમદાવાદ ગુજરાત રેન્જ આઇજીપી IGP) એસ.એસ.લાંભા (ઇન્ડીયન ઓઇલ એક્ઝ્યુકેટીવ ડાઇરેક્ટર), રવજીભાઇ હિરાણી યુકેના હસ્તે વિજેતા ટીમને રુ.,૫૧,૦૦૦/- બે લાખ અને એકાવન હજાર રોકડા પુરસ્કાર અને ટ્રોફી તેમજ રનર્સ-અપ ટીમ સાંઇબાબા ક્રિકેટ ઇલેવનને રુ. ,૫૧,૦૦૦/- રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરવામાં આવેલ. તેમજ...

. મેન ઓફ સીરીજ સુરજકુમાર ભડોરીયા રુ.૨૫,૦૦૦/- અને શીલ્ડ

. બેસ્ટ બેટ્સમેન શંભુ રાવજી રુ.૧૫,૦૦૦/-  અને શીલ્ડ

. બેસ્ટ બોલર હિરેન રાજપુત રુ.૧૫,૦૦૦/-  અને શીલ્ડ એનાયત કરવામાં આવેલ.     

    પ્રસંગે શા.ધર્મવત્સલદાસજી સ્વામી, શા. ભકતવત્સલદાસજી સ્વામી, મેમનગર કોઠારી શ્રી મુક્તસ્વરુપદાસજી સ્વામી, પ્રિયવદનદાસજી સ્વામી, કુંજવિહારીદાસજી સ્વામી વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે, આપણે અહીં જે મેદાનમાં બેઠા છીએ તે ગ્રાઉન્ડને અમે મંદિર માનીએ છીએ. બેટ-બોલ અને રમતના સાધનોને અમે પૂજાની સામગ્રી માનીએ છીએ. હાર કે જીત મહત્વનું નથી પણ દિલથી ખેલવું મહત્વનું છે. જીતને ખેલદીલીથી સ્વીકારો અને સાથે સાથે હારને પણ ખેલદિલથી સ્વીકારીએ, મા ભારતનું ગૌરવ વધારીએ. જીતેલા અને રમતમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને અભિનંદન. પ્રસંગે સત્સંગ પ્રચાર અર્થે વિેદેશમાં વિચરણ કરી રહેલ પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ તમામ ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા.

કાર્યક્રમની તમામ વ્યવસ્થા કુંજવિહારીદાસજી સ્વામીની આગેવાની નીચે જાલમસિંહજી સર, ઘનશ્યામભાઇ સુવા અને ભરતભાઇ પટેલ અને કલ્પેશભાઇ પટેલે સંભાળેલ.

(12:18 pm IST)
  • હોડી છોડીને અમે કયાં જઈએ, હોડી જ અમારી રોજીરોટી છે : વેરાવળના માછીમારોએ વિસ્તાર ખાલી કરવાની ના પાડતા એનડીઆરએફની ટીમ પહોંચી : અધિકારીઓની સમજાવટ બાદ માછીમારોને સલામત સ્થળે ખસેડાયા access_time 12:41 pm IST

  • માલગાડી ખડી પડી તેનુ કવરેજ કરવા ગયેલા પત્રકારની ભૂંડી દશા કરી : ગઇરાત્રે શામલી-ધીમનપુર ખાતે માલગાડી ખડી પડી તેનુ કવરેજ કરી રહેલ પત્રકારને સાદા કપડામાં જીઆરપી રેલ્વે ઓફિસરોએ બેફામ માર મારી ગાળો આપી તેને લોકઅપમાં પૂર્યો, નગ્ન કરી તેના મોઢામાં પેશાબ કરવામાં આવ્યાની અતી ગંભીર ઘટના બની છે. એએનઆઇએ ટ્વીટ કરેલ વીડીયો ભારે વાયરલ થઇ રહયો છે. access_time 1:14 pm IST

  • જામનગરમાં ગાજવીજ સાથે વરસાદ : આજે આખો દિવસ મિશ્ર વાતાવરણ રહ્યા બાદ બપોરે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. અને૨૦થી રપ મીનીટ વરસાદ વરસયો હતો. વાદળછાંયા વાતાવરણ સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. access_time 4:06 pm IST