Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

સુરતના આસી. ચેરીટી કમિશ્નર આર.વી.પટેલ અને ચાટર્ડ એકાઉન્ટન્ટ મનીષ પચીગર ૭પ હજારની લાંચના છટકામા ઝડપાયા : મચ્છુ કઠીયા સઇ-સુથાર જ્ઞાતિના ટ્રસ્ટના કામે લાંચની માંગણી કરેલી

રાજકોટઃ સુરતના આસી. ચેરીટી કમિશ્નર રમેશભાઇ વિરમભાઇ પટેલ તથા ચાટર્ડ એકાઉન્ટન્ટ મનીષ દિલીપભાઇ પચીગર રૂ. ૭પ હજારની લાંચ લેતા સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ બી.કે.વનાર તથા ટીમના હાથે ઝડપાઇ ગયાનું એસીબી સુત્રો જણાવે છે.

         સુરત એકમના મદદનીશ નિયામક એન.પી.ગોહિલના સુપરવીઝન હેઠળના આ છટકા અંગે એસીબી સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ એક જાગૃત ફરીયાદીએ એસીબીમાં એવા મતલબના આરોપસરની ફરીયાદ કરી હતી કે શ્રી મચ્છુ કઠીયા સઇ-સુથાર જ્ઞાતિના ટ્રસ્ટના કારોબારી મંડળના ફેરફાર રીપોર્ટ મંજુર કરાવવા માટે ચેરીટી કમિશ્નર ઓફીસનો સંપર્ક સાધતા આરોપી આસી. ચેરીટી કમિશ્નર રમેશભાઇ વિરમભાઇ પટેલએ ફરીયાદી પાસે રૂ.૭પ હજારની માંગણી કર્યાની ફરીયાદ કરી હતી.

         ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબીનો સંપર્ક કરતા એસીબી દ્વારા લાંચનુ છટકું ગોઠવી ચાટર્ડ એકાઉન્ટન્ટ મનીષ દિલીપભાઇ પચીગર મારફતે લાંચની રકમ આસી. ચેરીટી કમિશ્નરે પોતાની ઓફીસમાં સ્વીકારતા બંનેને સ્થળ પર ઝડપી લેવામાં આવ્યા હતા. તેમ વિશેષમાં એસીબી સુત્રો જણાવે છે.

(5:32 pm IST)
  • કલેકટરના આદેશ બાદ દીવની તમામ હોટલો ખાલી કરાવાઈઃ લોકોને સુરક્ષીત જગ્યાએ રહેવા તંત્રની અપિલ access_time 11:45 am IST

  • NDRFની એક ટીમ તૈનાતઃ કુંવરજીભાઇ મોરબીમાં: નીચાણવાળા વિસ્તારના લોકોને હટાવાયા : મોરબી જીલ્લામાં સ્કૂલોમાં બે દિ' રજાઃ ૩૯ ગામમાં અસરમાં: ૧૬૦ બોટ સાથે ૪ હજાર માછીમારો પરત બોટ વાળીઃ નવલખી બંદરે બે નંબરનું સિગ્નલઃ વાવાઝોડાની સંભાવના સામે વહિવટી તંત્ર સજજ access_time 11:36 am IST

  • કોંગ્રેસના કાર્યકરોને ખડેપગે રહેવા માટે રાહુલ ગાંધીની હાકલ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી જણાવ્યુ છે કે 'વાયુ' વાવાઝોડુ ગુજરાતના કિનારે પહોંચી રહ્યુ છે ત્યારે ગુજરાતના તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓને અપીલ કરૂ છું કે વાવાઝોડાના રસ્તામાં આવતા તમામ વિસ્તારોમાં અસરગ્રસ્તોની મદદ માટે તૈયાર રહેજો : વાવાઝોડાથી અસર પહોંચનાર વિસ્તારોના તમામ લોકોની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાર્થના કરૂ છું access_time 5:52 pm IST