Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

મોડાસા ભાજપમાં ભુકંપ:અપક્ષના ટેકાથી સતા જાળવી રાખ્યાના કલાકો બાદ ભાજપના છ સભ્યોના રાજીનામાં

હજુ પણ ચાર જેટલા ભાજપાના સદસ્યો રાજીનામા આપે તેવી શક્યતા

મોડાસા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપાએ અપક્ષોની મદદથી સત્તા જાળવી રાખી હતી,તેના કલાકોમાં જ ભાજપાના નારાજ સદસ્યોએ પ્રમુખની પસંદગી સામે ઉઠાવ્યો હતો અને છ સદસ્યોએ રાજીનામા ધરી દીધા હતા. ૧૮ બેઠકો ધરાવનાર ભાજપાના છ સદસ્યોના રાજીનામાથી ભાજપામાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. હજુ પણ ચાર જેટલા ભાજપાના સદસ્યો રાજીનામા આપે તેવી શક્યતાઓ છે ત્યારે આગામી દિવસોમાં મોડાસા પાલિકામાં સત્તાના સમીકરણો બદલાય તો નવાઈ નહી.

   મોડાસા નગરપાલિકામાં ૩૬ બેઠકો પૈકિ ભાજપા પાસે ૧૮,કોંગ્રેસ પાસે ૧૦ અને અપક્ષમાંથી ૮ સદસ્યો ચૂંટાઈ આવ્યા હતા.બહુમતી માટે ૧૯ બેઠકોનો જાદુઈ આંકડો કોઈની પાસે ના હોય પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી રસાકસી ભરી બની હતી. ભાજપા માટે સત્તા મેળવવા અપક્ષો ઉપર મદાર રાખવામાં આવ્યો હતો અને આખરે પાંચ અપક્ષ સદસ્યોના ટેકાથી ર૩ મત સાથે સત્તા જાળવી રાખી હતી. જો કે ભાજપામાં છેલ્લા એક માસથી પ્રમુખપદ માટે ૧૩ અને પાંચ સદસ્યોના જૂથ વહેચાયા હતા. બંને જૂથોએ પ્રમુખપદ માટે એડીચોટીનુ જોર લગાવી દઈ ભાજપાના હાઈ કમાન્ડ સુંધી રજુઆતો કરી પરંતુ પાર્ટીએ પ્રમુખ તરીકે સુભાષભાઈ શાહની પસંદગી કરતાં ૧૩ સદસ્યોનુ જૂથ નારાજ થયુ હતુ

(9:08 pm IST)