Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

ગાંધીનગર જીલ્લામાં પોલીસે બાતમીના આધારે ધમધમતા જુગારધામ પર દરોડા પાડી સાતની ધરપકડ કરી

ગાંધીનગર:શહેર તેમજ જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે એસઓજી દ્વારા રાંદેસણની શ્રીરંગમોલનગર નામની સ્કિમમાં આવેલી દુકાનમાં ચાલતું જુગારધામ ઝડપી પાડયું હતું અને સાત શખ્સોને ૭૫ હજારની રોકડ સાથે કુલ ૩.૮૫ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. ગાંધીનગર એસઓજીએ દરોડો પાડી ૭૫ હજારની રોકડ સાથે ૩.૮૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો ગાંધીનગરમાં આમ તો શ્રાવણ મહિનામાં જુગારની મોસમ ખીલતી હોય છે પરંતુ હમણાથી જુગારીઓ સક્રિય બન્યા છે અને ગમે ત્યાં જુગારધામ ખોલી જુગાર રમાડી રહ્યા છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં ચાલતી જુગારની આ બદીને અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરાઇ રહી છે.
 

(5:36 pm IST)