Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

યુપી, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં ભાજપ ખેડુતોનુ દેવુ માફ કરે તો ગુજરાતમાં કેમ નહિ ? હિમાંશુ પટેલ

બે દાયકામાં ખેડુતેની આવક ઘટી, હજારોએ આપઘાત કર્યા

અમદાવાદ તા.૧૨ : સમગ્ર દેશમાં ૨૦૧૨ના વર્ષમાં ખેડુતોની આવક ડબલ કરવાનો ભ્રામક પ્રચાર કરતી ભાજપ સરકારના ગુજરાતમાં બે દશકના શાસનમાં ખેડુતોની આવક હતી તેના કરતા પણ અડધી થઇ ગઇ હોવાનુ જણાવતા ગુજરાત કોંગ્રેસના પ્રવકતા ડો. હિમાંશુ પટેલે આક્રોશ વ્યકત કયો છે કે ખાતર, બિયારણ, જંતુનાશક દવા, ખેત મજુરીના ત્રણ ગણા થયેલા ભાવો સામે એકપણ  ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળતા નહીં હોવાથી ભાજપના ક્રુર શાસનમાં ગુજરાતના ૧૫ હજાર ખેડુતોને આપઘાત કરવો પડ્યો છે. આમ છતા ખેડુતોની શહીદી ઉપર સત્તામાં આવેલી ભાજપ સરકાર દ્વારા આપઘાત કરનાર ખેડુતોના પરિવારોને એક રૂપિયાનું પણ વળતર ચૂકવ્યુ નથી.

ડો. હિમાંશુ પટેલે જણાવ્યુ છે કે , આર્થીક પાયમાલીમાં આવી ગયેલા ગુજરાત અને દેશના ધરતીપુત્રો અત્યારે આંદોલન કરી રહ્યા છે. ત્યારે ભાજપનો કિશાન મોરચો અને કિશાન સંઘ શોધ્યાય જડતા નથી. ભાજપ એક જ દિવસની સત્તામાં કર્ણાટકમાં ખેડુતોના દેવા માફ કરવાની જાહેરાત કરી શકે છે. એ જ રીતે મહારાષ્ટ્ર અને યુપીમાં દેવુ માફ કરવાની જાહેરાત કરી શકે છે એ જ રીતે મહારાષ્ટ્ર અને યુપીમાં દેવુ માફ કરનાર ભાજપ ગુજરાતમાં ખેડુતવિરોધી નીતિ અપનાવી કેમ દેવુ માફ કરતી નથી?  મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીનું કંઇ જ ઉપજતુ નથી. તેમા કેન્દ્રીય મંત્રી રાધા મોહનસિંહ , ખેડુતો ટીવીમાં દેખાવવા માટે આંદોલન કરી રહી હોવાનું જણાવી ધરતીપુત્રોની ક્રુર મશ્કરી કરે છે.

ભાજપ સરકાર દ્વારા ટેકાના ભાવે પેદાશોની ખરીદીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાનું આક્ષેપ કરતા ડો.હિમાંશુ  પટેલે ઉમેર્યુ છે કે ખેડુતોને નહિવત લાભ મળવાની સામે વચેટીયાઓ અને મળતિયાઓની ની તિજોરી ભરાઇ રહી છે. ડો. હિમાંશુ  પટેલે, મુખ્યમંત્રીએ યુપીએની કોંગ્રેસ સરકારે ખેડુતો માટે શુ કર્યુ ? કહેલી વાત સામે ભાજપના ૨૨ વર્ષના શાસન અને યુપીએની કોંગ્રેસ સરકારે ખેડુતો માટે કરેલા કાર્યોની જાહેર ચર્ચા કરવા ભાજપ સરકારને ખુલ્લો પડકાર ફેંકયો છે. (૧૭.૩)

(11:42 am IST)