Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

સુરતમાં પાસના લડાયક કન્વીનર અલ્પેશ કથીરીયા ઉપર યુવા ભાજપના કાર્યકરોના હુમલાથી તંગદિલી

આંખ અને પડખામાં છરી વડે હુમલો : આખી રાત વરાછા વિસ્તારમાં લોકોના ટોળા * ભાજપના અસામાજીક તત્વોએ હુમલો કર્યો હાર્દિકનું ટ્વીટ

રાજકોટ, તા. ૧૨ : સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના લડાયક નેતા અલ્પેશ કથીરીયા ઉપર છરી વડે હુમલો થતાં વરાછા વિસ્તારમાં તંગદીલી પ્રસરી હતી.

પાટીદાર અનામત આંદોલન સમિતિના રાજય સ્તરના નેતા અલ્પેશ કથીરીયા પર નાના વરાછા સ્થિત તેમના નિવાસસ્થાનની બહાર જ પાંચ યુવાનોએ હુમલો કર્યો હતો. ગઈ સાંજે આઠ વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનામાં તું પાટીદારોનો ડોન બની ગયો છો તેમ કહી હુમલો કરવામાં આવ્યો હતો.

હુમલાખોરો ભાજપના અસામાજીક તત્વો હોવાનો આરોપ પાસના આગેવાનોએ લગાવ્યો છે.

મોડી રાત્રે કાપોદ્રા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. હુમલાની આ ઘટના અંગત અદાવતના કારણે બની હોવાની શકયતા છે. કારણ કે હુમલાખોરોએ અલ્પેશના ભાઈની કોઈ સમસ્યા સંદર્ભે વાત કરી હતી અને પછી હુમલો કર્યો હતો. આવા સંજોગોમાં પાસના આગેવાનોએ આ હુમલો ભાજપના અસામાજીક તત્વોએ કર્યો હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે. હાર્દિક પટેલે ટ્વીટ કરી આ ઘટનાને શરમજનક ગણાવી છે. અલ્પેશ કથીરીયા પર તેમના ઘર નજીક જ હુમલો થયો હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતાં પાસના આગેવાનો અને કાર્યકરોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વિનર અલ્પેશ કથિરિયા પર જીવલેણ હુમલો થયો છે.જાણવા મળ્યા મુજબ અલ્પેશને મળવા આવેલા અભી જીરાએ અને તેના સાથીદારોએ હુમલો કર્યો હતો

કાપોદ્રા વિસ્તારમાં અલ્પેશની સોસાયટીમાં જ હુમલો થયો હતો આ મામલે અલ્પેશ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે ટ્વિટ કર્યુ છે. હાર્દિક પટેલે ટ્વિટ કરી આ જીવલેણ હુમલાને વખોડ્યો છે.

હાર્દિક પટેલે ટ્વીટ કરતા લખ્યું કે સુરત ના યુવા નેતા અલ્પેશ કથીરિયા પર ભાજપના અસામાજિક તત્વોએ હુમલો કર્યો.અલ્પેશ કથીરિયાની આંખ પર ઇજા.

આ ઘટના ખુબ  જ શરમજનક છે

સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વિનર અલ્પેશ કથિરિયા પર જીવલેણ હુમલો થયો છે અલ્પેશને મળવા આવેલા અભી જીરાએ અને તેના સાથીદારોએ હુમલો કર્યો હતો. કાપોદ્રા વિસ્તારમાં અલ્પેશની સોસાયટીમાં આ હુમલો થયો હતો. દરમિયાન અલ્પેશ કથીરિયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, આ ઘટનાને પાસ સાથે કોઇ લેવાદેવા નથી. આ મારી વ્યકિતગત બાબત છે. મારા ભાઈ સાથે કેમેરાના ભાડાને લઈને તકરાર થઈ હતી. મેં પોલીસને ફરિયાદ આપી દીધી છે. ઘર પાસે ડસ્ટર કારમાં આવ્યા હતા અને મને બોલાવીને મારા પર હુમલો કર્યો હતો.(૩૭.૪)

(11:40 am IST)