Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

વિષ્ણુનો અવતાર હોવાનો દાવો કરનાર અધિકારીને મળી સરકારી નોટીસ

ગુજરાત સરકારે મોકલી નોટીસ : આઠ મહિનામાં ૧૬ દિવસ હાજર : સરકાર લેશે પગલા

વડોદરા તા. ૧૨ : પોતે ભગવાન વિષ્ણુનો ૧૦મો અવતાર હોવાનો દાવો કરનાર સરદાર સરોવર પ્રોજેકટના અધિકારીને ગુજરાત સરકારે નોટિસ મોકલી છે. રમેશચંદ્ર ફેફર સરદાર સરોવર પુનઃવસાહત વિભાગમાં એન્જિનિયરના પદ પર હતા પરંતુ તેમનું કહેવું છે કે, તે ભગવાન વિષ્ણુનો ૧૦મો એટલે કે કલ્કી અવતાર હોવાને કારણે જોબ પર નહીં આવી શકે.

 

ફેફર આઠ મહિનામાં માત્ર ૧૬ જ દિવસ ડ્યુટી પર આવતા તેમને કારણ જણાવો નોટિસ મોકલવામાં આવી હતી જેના જવાબમાં તેમણે આ દાવો કર્યો હતો. SSPAના કમિશનર દ્વારા મોકલવામાં આવેલી આ નોટિસના જવાબમાં ફેફરે જણાવ્યુ હતું કે, શું હું ઓફિસમાં બેસીને સમયનો બગાડ કરું કે ઘરે રહીને દેશમાં દુકાળની સ્થિતિ ન આવે તેના માટે પ્રાર્થના કરુ?

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજય સરકાર દ્વારા ફેફરને નોટિસ ફટકારવામાં આવી છે અને તેમના ગેરજવાબદારી ભર્યા વર્તનનો ખુલાસો માંગ્યો છે. ફેફરનો ચોંકાવનારો જવાબ સાંભળ્યા પછી SSPA દ્વારા ગુજરાત સરકારને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. એક અધિકારીના જણાવ્યા અનુસાર, તેમના ખુલાસાને ધ્યાનમાં રાખીને રાજય સરકાર તેમના વિરુદ્ઘ કાર્યવાહી કરશે.વિષ્ણુનો ૧૦મો અવતાર હોવાની સાથે સાથે ફેફર દાવો કરે છે કે તે જગદંબા માતાના ભકત છે અને ગુજરાતને દુકાળ જેવી હોનારતથી તેમણે જ બચાવ્યા છે.(૨૧.૧૧)

 

(11:39 am IST)