Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

જીએસટીના અમલીકરણ બાદ ગુજરાતમાં 12000 કરોડનું રિફંડ ચુકવાયું

રિફંડની 5932 અરજીઓ આવેલી જેમાંથી 4815 અરજીઓનો નિકાલ કરીને ચુકવણું કરાયું

અમદાવાદ :જીએસટીના અમલીકરણ બાદ ગુજરાતમાં 12000 કરોડનું રિફંડ ચુકવાયું છે તેવો ગુજરાત સરકારે દાવો કર્યો છે સરકારની મુજબ, જી.એસ.ટી લાગુ કરાયા બાદ અત્યાર સુધી 5932 રિફંડની અરજીઓ આવી હતી. જે પૈકી 4815 અરજીઓનો નિકાલ કરીને રિફંડની રકમનું ચૂકવણું કરવામાં આવ્યું છે. અત્યાર સુંધીમાં મળેલ રિફંડની અરજીઓ પૈકી 82 ટકા જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે આવેલ અરજીઓ પૈકીની આશરે 85 ટકા જેટલી રીફંડની રકમની ચૂકવવાની કામગીરી પૂર્ણ કરી છે.
   આ ઉપરાંત રીફંડ ચુકવવાની પડતર અરજીઓના નિકાલ માટે સરકાર દ્વારા રીફંડ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 15 મે સુધીમાં કરવામાં આવેલી રીફંડની તમામ અરજીઓનો નિકાલ 15 જુન સુધીમાં કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે તમામ વિભાગિય વડાઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજી રીફંડ અરજીઓનો તાત્કાલિક નિકલ કરવા સુચનાઓ આપવામાં આવી છે.
  સરકારે વેપારી વર્ગને ઉદ્દેશ્યીને જણાવ્યુ છે કે, જે કેસોમાં તેમના દ્વારા રીફંડની ઓનલાઇન અરજી કરેલ હોય પરંતુ મેન્યુલ અરજી તેમની સંબધિત કચેરીમા રજુ કરવાની બાકીમા હોય તો, તેઓ તાત્કાલિક સંબંધિત જ્યુરિસડીક્સનમાં પુરાવા સાથે મેન્યુલ અરજી કરાવીએ, કે જેથી રિફંડની અરજીનો સમયસર નિકાલ કરી શકાય.

(9:08 am IST)