Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

સુરતમાં ૨૭ વર્ષ જૂની ૩ માળની ઇમારતમાં તિરાડ પડ્યા બાદ લોકોને સલામત સ્થળે ખસેડાયા બાદ ધરાશાયી થઇ

સુરતઃ સુરત શહેરના મહિધપુરા વિસ્તારમાં આવેલા સુથાર ફળિયામાં ત્રણ માળની બિલ્ડિંગ પાસે આવેલા બાજુના પ્લોટમાં નવા મકાન બનાવવા માટે પાયાનું ખોદકામ કરવામાં આવ્યું હતું જેના કારણે આ બિલ્ડિંગ નમી પડી હતી. જેથી આ બિલ્ડિંગમાં મોટી તિરાડ પડી હતી. તિરાડવાળા જોખમી ભાગને ટેકા લગાવીને તેને આધાર આપ્યો હતો. જોકે, શનિવારે મોડી રાત્રે આ બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી. ત્રણ માળની આ બિલ્ડિંગ પલભરમાં જ કાટમાળના ઢગલામાં ફેરવાઇ

આ અંગે ફાયબ્રિગેડને જાણ થતાં જ આ બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવ્યું હતું. બિલ્ડિંગ ખાલી કરાવવાના કલાકો બાદ જ બિલ્ડિંગ પત્તાના મહેલની માફક ધરાશાયી થઇ હતી. 27 વર્ષ જૂની આ ઇમારતના ધરાશાયી થતાં મોટો અવાજ આવ્યો હતો. જેના પગલે લોકોના ટોળા પણ એકઠાં થઇ ગયા હતા. ઘટનાના પગલે ફાયરબ્રિગેડ અને પોલીસ ટીમ દ્વારા આસપાસના મકાનોના રહીશોને પણ બિલ્ડિંગથી દૂર રહેવા સુચના આપી દેવામાં આવી હતી... તંત્રની સતર્કતાના કારણે અહી મોટી જાનહાની થતા અટકી છે.

ઉલ્લેખનીય છેકે, ચોમાસાની શરૂઆતમાં જ જૂની બિલ્ડિંગ પડવાની ઘટના બનતી હોય છે. ગત વર્ષે ચોમાસા દરમિયાના જૂના ત્રણ મકાનો ધરાશાયી થયા હતા. જેના પગલે મહાનગરપાલિકાએ જૂના અને જર્જરીત મકાન ઉતારવાની કામગીરી હાથધરી ધરી હતી. જોકે, એક બે મકાનો ઉતાર્યાબાદ તંત્રએ કામ બંધ કરી દીધું હતું.

 

twitter link : https://twitter.com/News18Guj/status/1005734262442586112

(7:20 pm IST)