Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

પડકારોનો સામનો કરવા સશસ્ત્ર દળો મેદાને : લેફ્ટન્ટ જનરલ પી.એસ. મનહસએ ધનવંતરી કોવિડ કેર સેન્ટરની કરી સમીક્ષા

મુખ્યમંત્રી અને ગુજરાતના રાજ્યપાલને સૈન્યની તબીબી કામગીરી અંગે માહિતગાર કર્યા

અમદાવાદ : કોરોના મહામારી દ્વારા આવતા પડકારોને પહોંચી વળવા માટે સશસ્ત્ર દળો ફરી એકવાર આગળ આવ્યા છે અને વિવિધ સ્થળોએ કોવિડ સુવિધાઓ ચલાવવાની જવાબદારી સ્વીકારી છે. દેશના અસંખ્ય લોકો રોગચાળા સામે લડી રહ્યા છે, સંરક્ષણ દળો પણ ખભેથી ખભો મેળવીને કોરોના વોરિયરના રૂપમાં મહામારી સામે લડી રહ્યા છે.

આપણી સશસ્ત્ર દળોએ ભૂતકાળમાં ઘણા યુદ્ધો જીત્યા છે અને આ કોરોના યુદ્ધ પણ જરૂર જીતશે. કોવિડ સામે લડવાના રાષ્ટ્રીય પ્રયત્નોના ભાગરૂપે અમદાવાદમાં 900 બેડની ધનવંતરી કોવિડ તબીબી સુવિધા દક્ષિણી કમાન વિસ્તારમાં ભારતીય સૈન્યને સોંપવામાં આવી હતી.

આજે દક્ષિણી કમાન દ્વારા કોનાર્ક કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ, લેફ્ટન્ટ જનરલ પી.એસ.મનહસએ ધનવંતરી કોવિડ કેર સુવિધાની કામગીરીને વધારવા અને સુવ્યવસ્થિત કરવાના પ્રયત્નોની વ્યક્તિગત સમીક્ષા કરી હતી.

ત્યારબાદ તેમણે મુખ્યમંત્રી અને ગુજરાતના રાજ્યપાલને સૈન્યની તબીબી કામગીરી અંગે માહિતગાર કર્યા અને તેમને ખાતરી આપી કે કોવિડ દર્દીઓની સારવાર માટે શ્રેષ્ઠ વાતાવરણ પૂરા પાડવાના તમામ પ્રયાસો માટે આર્મી સંપૂર્ણ રીતે તૈયાર છે.

ત્રણેય સૈન્ય દ્વારા હોસ્પિટલમાં મેડિકલ અને લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટેના વિસ્તૃત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ હોસ્પિટલમાં સંસાધનો વધારવા માટે ડોકટરો, કોવિડ તાલીમબદ્ધ નર્સો, પેરામેડિક્સ અને વિવિધ સૈન્ય મથકોના તબીબી સહાયક સ્ટાફ સામેલ હતા. દર્દીઓની વધતી સંખ્યામાં આરોગ્ય સંભાળની વ્યવસ્થાને વધારવા માટેના અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

(11:47 pm IST)