Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

નર્મદા જિલ્લામાં બુધવારે ૪૪ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૩૭૪૫ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૪૪ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં નવાપુરા ૦૧, આશાપુરા ૦૧, સદગુરુ વિલા ૦૧, કન્યા શાળા ૦૧ તથા નાદોદ તાલુકામાં અણીજરા ૦૧, ગામકુવા ૦૧, વડીયા ૦૧, નિકોલી ૦૧, ભદામ ૦૧, કરાઠા ૦૧, પાટણા ૦૧, માંગરોલ ૦૧, નાવરા ૦૧ તથા ગરુડેશ્વર તાલુકામાં ગુંનેઠા ૦૧, નવા વાઘપુરા ૦૨, ઝરીયા ૦૧, ઝુંડા ૦૧, કેવડિયા ૦૧, વરખડ ૦૧, માંકડઆંબા ૦૧ તથા તિલકવાડા તાલુકામાં સિંધિયાપુરા ૦૧, નલગામ ૦૧, રસુલપુરા ૦૧, સાવલી ૦૧, વાઘેલી ૦૧, નમારીયા ૦૧, કારેલી ૦૧, જલોદરા ૦૧, તિલકવાડા ૦૨, ઘનશિંડા ૦૧, મારુંઢિયા ૦૧, વરવાળા ૦૧ તથા ડેડીયાપાડા તાલુકામાં ડેડીયાપાડા ૦૧, ગંગાપુર ૦૧, થપાવી ૦૧, અલમાવાડી ૦૧, નાની સીંગલોટી ૦૧ તથા સાગબારા તાલુકામાં ઘનશેરા ૦૧, જાવલી ૦૧, સાગબારા ૦૧, સીમઆમલી ૦૧, પાનખલા ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૪૪ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૪૪ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૧૨૩ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૯૧ દર્દી દાખલ છે આજે ૪૧ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૩૪૧૦ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૩૭૪૫ પર પહોચ્યો છે.આજે વધુ ૧૫૩૭ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:28 pm IST)
  • કેટલાક રાજ્યો દ્વારા કોવિડ -19 રસીની અછતનાં અહેવાલો વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકે આગામી ચાર મહિના માટે તેમની પ્રોડક્શન યોજના કેન્દ્રમાં સુપરત કરી છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે બન્ને કંપનીઓએ માહિતી આપી છે કે અનુક્રમે સીરમ ઇન્સ્ટિટ્યૂટ 10 કરોડ અને ભારત બાયોટેક 7.8 કરોડ રસીના ડોઝનું તેમનું ઉત્પાદન ઓગસ્ટ સુધીમાં વધારી દેશે. access_time 10:00 pm IST

  • હરિયાણા પોલીસે મંગળવારે ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવેલી પશ્ચિમ બંગાળની એક મહિલા પર બળાત્કાર કેસમાં છ આરોપીઓને નોટિસ ફટકારી છે. આ કેસમાં રચાયેલી એસઆઈટીએ ખેડૂત નેતા અને સ્વરાજ ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ યોગેન્દ્ર યાદવ અને એક આરોપી મહિલાની પણ મંગળવારે સાંજ સુધી પૂછપરછ કરી હતી. આ કિસ્સામાં, સંયુક્ત કિસાન મોરચાના નેતાઓએ દાવો કર્યો હતો કે તેઓ આ જાતીય હુમલા અંગે અજાણ હતા. access_time 12:00 am IST

  • કેન્દ્ર સરકારને આડે હાથે લેતા, કોરોના રસીકરણ અંગે બોમ્બે હાઈકોર્ટે બુધવારે કહ્યું હતું કે, જો કેન્દ્ર સરકારે કેટલાક મહિના પહેલા વરિષ્ઠ નાગરિકો માટે ડોર-ટુ-ડોર રસીકરણ શરૂ કર્યું હોત, તો ઘણા જાણીતા વ્યક્તિઓ સહિત અનેક લોકોનો જીવ બચાવી શકાયો હતો. મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ જી.એસ. કુલકર્ણીની ખંડપીઠે કેન્દ્રને કહ્યું હતું કે, જ્યારે રસીકરણ કેન્દ્રોની મુલાકાત લેવામાં અસમર્થ વરિષ્ઠ નાગરિકોના જીવનનો પ્રશ્ન છે, ત્યારે ડોર-ટુ-ડોર રસીકરણ કાર્યક્રમ કેમ શરૂ કરાયો નથી? access_time 9:42 pm IST